કાર અને બાઈક વચ્ચે થયો હતો અકસ્માત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં માંડલ નજીક થયેલ અકસ્માતમાં દંપતીનું મોત નિપજયું. માંડલ પાસેના એંછવાડા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજયું. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ માંડલ નજીક એંછવાડા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કાર પર સવાર દંપતીને ગંભીર ઇજા પંહોચી. વરમોરનું દંપતી જખવાડા ગામે બેસણામાં ગયું હતું અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે જ અકસ્માતનો ભોગ બન્યા. પૂરપાટ વેગે આવતી કાર સાથે બાઈકની ટક્કર થતા વરમોર દંપતી નીચે પટકાયા.
કાર અને બાઈક વચ્ચે ભયાનક અક્સમાત થતા ત્યાં લોકો ભેગા થઈ ગયા. ટોળાંમાંના એક વ્યક્તિએ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી. જોકે ગંભીર અકસ્માતને પગલે ઘટનાસ્થળે જ પતિનું મોત નિપજયું જ્યારે પત્નીની હાલત વધુ ખરાબ હોવાથી સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અને વરમોર દંપતીમાં પતિના મોત બાદ સારવાર દરમ્યાન જ પત્નીનું પણ મોત નિપજયું. માંડલ પોલીસ અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર પંહોચી ગયા સ્થિતિનું નિરીક્ષણ કર્યું. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી.