વર્ષ ૨૦૧૯ માં આચર્યુ હતુ દુષ્કર્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વસ્ત્રાલમાં પોતાની ૧૧ વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ કરનાર ક્રૂર સાવકા પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ખાસ ન્યાયાધીશે ચુકાદામાં ટિપ્પણી કરી હતી કે પીડિત છોકરી ૨ વર્ષની ઉંમરથી આરોપી સાથે રહેતી હતી.
સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, ખૂબ જ નાની ઉંમરની છોકરી તેના પિતા સાથે રહે છે , પિતાએ તેની સાથે પિતા જેવો વ્યવહાર કરવો જોઈએ. દીકરીના ભવિષ્યની સુરક્ષા અને જોગવાઈ કરવાની જવાબદારી લેવાને બદલે પુત્રી અને પુત્ર ઘરે એકલા છે તે જાણીને નજર બગાડી છોકરી સાથે જાતીય સતામણી કરી હતી.
૧૧ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ઘરે દારૂ પીને પણ આવ્યો હોવાની પણ દલીલ કરી હતી. ગુનાની ગંભીરતા અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને, આજીવન કેદની સજા ફટકારવી જરૂરી છે. સરકારી વકીલે આરોપીને કડક સજા આપવાની દલીલ કરતા કહ્યું કે આરોપીએ ફરિયાદીની માતાના બંને એકબીજા સાથે બીજા લગ્ન હતા. મહિલાના પહેલા લગ્નની પુત્રી તેની સાથે રહેતી હતી. ફરિયાદીએ પણ આરોપીને સખ્ત સજા થાય, દીકરીને ન્યાય મળે તેવી માગ કરી હતી.