સરલ બિલ્ડર્સ ના ૧૫ થી વધારે પ્રોજેક્ટો પર દરોડા પડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના અલગ અલગ જિલ્લામાં બિલ્ડર ગ્રુપના DGGI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મોટા પાયે, બેનામી વ્યવહારોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. સરલ બિલ્ડર્સ ના ૧૫ થી વધારે પ્રોજેક્ટો પર દરોડા પડ્યા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ બિલ્ડર ગ્રુપના ત્યાં DGGI વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બેનામી વ્યવહારોનું કૌભાંડ પકડવા માટે DGGI દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગર ભાટ નજીક સરલ ગ્રુપમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
DGGI ના સર્ચ અને સર્વેમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. સરલ બિલ્ડર્સના ૧૫ થી વધારે પ્રોજેક્ટો પર દરોડા પાડવામાં આવ્યા છે. DGGI ના દરોડામાં ઓફિસર્સનો મોટો કાફલો સક્રિય છે. સરલ બિલ્ડર્સના ત્યાંથી દસ્તાવેજો, કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે.
બિલ્ડર્સની ઓફિસ, ઘર, ફાર્મ હાઉસ સહિત ૧૫ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, ભાટ, અને મગોડીમાં દરોડા પાડવામાં આવ્યા છે. મોટાપાયે બેનામી વ્યવહારો અને સંપત્તિ ઝડપાય તેવી શક્યતા છે. DGGI વિભાગના દરોડાથી બિલ્ડરોમાં ફફડાટનો માહોલ છે. દરોડામાં મોટી સંખ્યામાં બેનામી સંપત્તિનો ખુલાસો થવાની શક્યતા છે.