BOOK MY SHOW એપ લોકોને મળી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટમાં પ્રેક્ષકોને વાહન માટે પાર્કિંગની જગ્યા નહીં મળે તેમ બૂક માય શોએ જાણ કરતા ચાહકોમાં ખુશીની સાથે ગમની લાગણી પણ ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે આગામી ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે જેના માટે હજારોની ટિકિટ જૂજ મિનિટોમાં વેચાઈ ગઈ હતી, પરંતુ હવે તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાનું રહેશે તેમ જાણ થતાં લોકોને હેરાનગતિ વેઠવી પડશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટકોલ્ડ પ્લે યોજાવાનો હોવાથી ટિકિટ વેચાણ કરતા પ્લેટફોર્મ બુક માય શો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પણ પ્રેક્ષકો કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં આવશે તેમને પાર્કિંગ માટેની વ્યવસ્થા મળશે નહિ કારણકે સ્થળ પર પાર્કિંગ નથી જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોટેશનનો જ ઉપયોગ કરવાનો રહેશે. ૨ દિવસના કોન્સર્ટ માટે આયોજકોએ પોલીસને કોઈ જાણ કરી નથી.