છેલ્લા ૧૪ દિવસમાં ૨૨૮ નમૂના લઇ પબ્લીક હેલ્થ લેબોરેટીમાં મોકલવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લેવામાં આવેલા પનીર બટરના નમૂના ફેલ સાબિત થયા છે. ફરી એકવાર ખાદ્ય પદાર્થ પર સવાલો ઉભા થઇ રહ્યા છે. વાર તહેવારે ખાદ્ય પદાર્થોમાં થતાં ચેડાને રોકાવા માટે જે તપાસ કરવામાં આવી છે તેમાં નમૂના ફેલ સાબિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી પનીર અને બટરના તપાસ માટે નમૂના લેવામાં આવ્યા હતા.
AMC ફૂડ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ વસ્ત્રાલ એસપી રિંગ રોડ પર આવેલી મઢુલી એન્ટર પ્રાઇઝના બટરના નમૂના લેવાયા હતા. નમૂના તપાસ દરમ્યાન બટર સબસ્ટાન્ડર્ડ એટલે મિલ્ક ફેટ ઓછી હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાત શાહિબાગ વિસ્તારમાં આવેલી આશાપુરા ભોજનાલયનું બટર સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવ્યુ છે. જેમાં મિલ્ક ફેટ ઓછી હોવાથી અને બીઆર રિડિંગ વધારે હોવાનું સામે આવ્યુ છે.
આ સિવાય નિરાત ચાર રસ્તા, વસ્ત્રાલ પુજા ભાજીપાંવનું બટર પણ સબસ્ટાન્ડર્ડ આવ્યુ છે. તેમજ ગીતા મંદિર ખાતે આવેલી રાજસ્થાન ભોજનાલયનું પનીર સેમ્પલ પણ ફેલ આવ્યુ છે. જેમાં બીઆર રિડિંગ વધારે હોવાથી અને આર એમ વેલ્યુ ઓછી હોવાનું સામે આવ્યુ છે. બટર અને પનીર સાથે ખાવામાં ઉપયોલ લેવાતો જામ પણ તપાસમાં ફેલ સાબિત થયો છે. મકરબામાં આવેલ ગુલશન ગૃહ ઉદ્યોગનું જામ સબસ્ટાન્ડર્ડ આવ્યુ છે.
AMC ફૂડ વિભાગ દ્વારા શહેરમાં છેલ્લા ૧૪ દિવસમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબ સઘન કામગીરી કરવામાં આવી છે. શહેરમાંથી અલગ અલગ મીઠાઇ, નમકીન સહિત ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં મીઠાઇ -૦૬, દુધ -૦૨, પનીર માખણ – ૦૮ , આઇસ્ક્રીમ -૧૩, નમકીન – ૧૨ , બેકરી પ્રોડક્ટસ – ૧૯, મેંદો લોટ – ૦૩, ખાદ્યતેલ -૧૬, પાણીપુરીનું પાણી – ૨૬, મસાલા -૦૯ અન્ય ૧૧૪ નમૂના લેવાયા હતા. શહેરમાં કુલ છેલ્લા ૧૪ દિવસમાં ૨૨૮ નમૂના લઇ પૃથ્થકરણ માટે પબ્લીક હેલ્થ લેબોરેટીમાં મોકલવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસો દરમ્યાન જાહેર આરોગ્યના હિતમાં વસાણા, મિઠાઇ, નમકીન, દૂધ અને દુધની બનાવટો, બેકરી પ્રોડક્સ, ચોકલેટસ, ખાદ્ય તેલ, તૈયાર ખોરાક તથા તેને આનુષાંગિક રો મટીરીયલના ધંધા સાથે સંકળાયેલા એકમો તેમજ અલગ અલગ વોર્ડ વાઇઝ ખાદ્ય પદાર્થનો ધંધો કરતા શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટના તપાસ તેમજ ઇન્સ્પેક્શન કામગીરી કરવામાં આવશે,.