દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનના ખોટી પોલીસની ઓળખ બતાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અજાણ્યા શખ્સોએ કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તથા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.૧૭,૦૦,૦૦૦ ની છેતરપિંડી કરી હતી. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે રશિયન નાગરિક ઓનાટોલી મીરોનોવ, ગોમતીપુરમાં રહેતા મહેફૂઝઆલમ ઈમરાન મસુદઆલમ શાહ અને નદીમ અનીસખાન પઠાણની ધરપકડ કરી હતી.
આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું હતું તે પાર્સલમાં ૧૬ બનાવટી પાસપોર્ટ તથા ૫૮ ATM કાર્ડ અને ૧૪૦ GD MDM ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહ્યું હતું. જેની ઈન્ક્વાયરી કરવા માટે આધારકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવાને બહાને દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનના ખોટી પોલીસની ઓળખ બતાવી હતી.
બાદમાં ફરિયાદ કરવાને બહાને HDFC બેન્કના મેનેજર દ્વારા ૪૦ કરોડનું મની લોન્ડરિંગ કરેલ છે જેથી તમને ૧૦ ટકા લેખે કમિશન મેળવ્યું હોવાનું કહીને આ વ્યક્તિને એરેસ્ટ વોરન્ટ તથા એરેસ્ટ સિઝર વોરન્ટ તતા કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ લેટર મોકલ્યા હતા,. ઉપરાંત એઓનલાઈન બેન્ક એકાઉન્ટનું વેરીફાઈ કરીને લિગલાઈઝેશનના અલગ અલગ બહાના હેઠળ રૂ.૧૭,૦૦,૦૦૦ મેળવી લઈને ડિજીટલ એરેસ્ટ કરીને છેતરપિંડી કરી હતી.
અગાઉ પકડાયેલા આરોપી નદીમખાન પઠાણે અલગ અલગ વ્યક્તિએઓના બેન્ક એકાઉન્ટની કીટ સાથે મુબઈ ખાતે આવેલી ઈમ્પિરીયલ હોટેલમાં જઈને રશિયન આરોપી ઓનાચોલીમીરોનોવને મળીને બેન્ક એરાઉન્ટની વિગતો આપી હતી. તે સિવાય આ ગુનામાં પકડાયેલા આરોપી નદીનખાને બેન્ક એકાઉન્ટ હોલ્ડર તથા એજન્ટને મુંબઈ અને ગોવાની હોટેલમાં બોલાવીને આ એકાઉન્ટમાં ડિપોઝીટ થયેલા પૈસા તેના ચાઈનીઝ બોસના કહેવા પ્રમાણે અન્ય એકાઉન્ટમાં અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવતા હતા. આરોપી નદીમખાનની ગ્રાહક શાખાના ફિલ્ટ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ગુના ના કેસમાં હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે એનાટોલી સામે પૂણેના પિંપરી ચિચવડ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેમાં ધરપકડ કરવામાં આવી હતી.