Last Updated on by Sampurna Samachar
ACB એ ૩ આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાંથી અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. આવી જ ઘટના ફરી એક વાર અમદાવાદમાં બની છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં સરકારી વકીલ ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયો છે. જેમાં ACB એ ૩ આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. કઠલાલ સિવિલ કોર્ટના વકીલ રાજેન્દ્ર ગઢવીએ લાંચ માગી હોવાનું સામે આવ્યુ હતુ. ફરીયાદી પાસે ૫૦ લાખ લાંચની માંગણી કરી હતી જેમાં ૨૦ લાખ એડવાન્સ પેટે આપવાનું નક્કી થયુ હતું. લાંચ લેનાર ૨ વચેટીયાને ACB એ ઝડપી પાડ્યા હતા. મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને વિશાલ પટેલ પણ ઝડપાયા છે.