Last Updated on by Sampurna Samachar
પોલીસકર્મી તરફથી ગયેલ ખાનગી વ્યક્તિને ACB એ ઝડપી લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક વ્યક્તિ સામે દારૂનો કેસ ન કરવા તેની પાસે લાંચ માંગનારા પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે. જ્યારે પોલીસકર્મી વતી લાંચ લેનારી ખાનગી વ્યક્તિની ACB એ ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ ફરીયાદીને ત્રણ ઇગ્લીસ દારૂની બોટલ સાથે નારોલ પો.સ્ટેની હદમાંથી પકડવામાં આવ્યો હતો. બાદમાં ફરીયાદીને કર્ણાવતી પોલીસ ચોકી ખાતે લઇ જવામાં આવ્યો હતો.
જ્યાં નારોલ પોલીસ સ્ટેશનના કર્ણાવતી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બિપીન પોલીસવાળાએ ફરીયાદીની વિરૂધ્ધમાં ઇગ્લીસ દારૂનો કેસ નહીં કરવા તથા ફરીયાદીનુ બર્કમેન સ્કુટર કબજે નહી કરવા ફરીયાદી પાસે રૂ.૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ.૭૦,૦૦૦/- નકકી કરી રૂ.૨૦,૦૦૦ તે વખતે લઇ લીધા હતા. જ્યારે બાકીના રૂ.૫૦,૦૦૦ નારોલમાં રહેતી ખાનગી વ્યક્તિ બાલૃષ્ણ એમ.શર્માને આપી દેવા જણાવ્યું હતું.
પરંતુ ફરીયાદીએ ACB નો સંપર્ક કરી ફરીયાદઆપી હતી. જેને આધારે એસીબીની ટીમે નારોલ ગામમાં શૌર્ય રેસીડેન્સી એપાર્ટમેન્ટ પાસે જાળ બિછાવીને આરોપી બાલકૃષ્ણ શર્માને રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે બાલકૃષ્ણની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર બિપીન પોલીસવાળાની શોધ હાથ ધરી છે.