Last Updated on by Sampurna Samachar
બેકાબુ કાર રસ્તાની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ફરી વળતા એક મહિલાનું મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ફરી એક બેકાબુ વાહને સામાન્ય પ્રજાને અડફેટે લીધા છે. શહેરના જમાલપુર વિસ્તારમાં બ્રિજ પાસે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેકાબુ કાર બ્રિજની દિવાલ સાથે કાર ટકરાઈ હતી. દિવાલ સાથે ટકરાયા બાદ કારચાલકે કાબૂ ગુમાવતા બેકાબૂ કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ફરી વળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમાલપુર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક વૃદ્ધ દંપતીની કાર પ્રથમ બ્રિજની દીવાલ સાથે ગાડી ટકરાઈ હતી, તેના બા કારે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ગાડી રોડ સાઈડમાં શાકભાજી વેચતા ફેરિયાઓ પર ફરી વળી હતી. અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. તો અન્ય ૨ ઈજાગ્રસ્ત પુરુષોને સારવાર માટે ખસેડાયા છે.
અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી હતી. સ્થળ પર લોકટોળા એકઠા થતા પોલીસ આવી પહોંચી હતી. ચાલકે નશો કરેલ હતો કે કેમ એની તપાસ હાથ ધરાઈ છે. સાથે જ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બ્રિજ પર ફિટ કરેલા CCTV બંધ હાલતમાં હતા. કાર ચાલકની અટકાયત કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઇ જવાયો છે. તપાસમાં સામે આવ્યું કે, નવરંગપુરમાં રહેતું આધેડ દંપતીની ગાડીએ આ અકસ્માત સર્જ્યો હતો. દંપતી દેવ દર્શન કરવા નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. કાર ચાલક પુરુષની ઉંમર અંદાજે ૫૫ થી ૬૦ વર્ષ આસપાસ છે.