મારામારીમાં એકનું મોત તો ૩ લોકો ઘાયલ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરમાં લીંબડીના નટવરગઢ ગામમાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું. લીંબડીના નટવરગઢમાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે સામાન્ય બાબતે ભયંકર ઝગડો થયો. આ ઝગડામાં બોલાચાલીએ ઉગ્રસ્વરૂપ લેતા એક જ જ્ઞાતિના લોકો સામ-સામે મારામારી કરવા લાગ્યા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પંહોચી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં એક કોમના લોકો વચ્ચે ભયંકર ઝગડો થયો. એક જ જ્ઞાતિના લોકો કોઈ મામલાને લઈને ભેગા થયા હતા દરમ્યાન નજીવી બાબતે વાત વણસી ગઈ. અને તેમના વચ્ચે તીક્ષ્ણ હથિયારો વડે મારામારી થઈ. એક જ જ્ઞાતિના લોકો વચ્ચે થયેલ હિંસક ઝગડામાં ૩ લોકોને ગંભીર ઈજાઓ પંહોચી. ઇજાગ્સતોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. નટવરગઢ ગામમાં મારામારીની ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી ટોળાને કાબૂમાં લીધો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.