Last Updated on by Sampurna Samachar
૭૦ કિલો કાચો માલ જપ્ત કરાયો
પુણાના યોગી ચોકમાં આવેલી બે ડેરીમાંથી મળ્યું શંકાસ્પદ માખણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં નકલી ઘી ઝડપાયાના બનાવ બાદ હવે નકલી માખણના વેપારનો પર્દાફાશ થયો છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પુણા વિસ્તારના યોગી ચોકમાં આવેલી બે ડેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, SOG ની ટીમે યોગી ચોકમાં આવેલી ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરીમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બંને ડેરીઓમાંથી કુલ ૮૦ કિલો શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, માખણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ૭૦ કિલો કાચો માલ (રો મટિરિયલ્સ) પણ જપ્ત કરવામાં આવ્યો છે.
લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી
આ શંકાસ્પદ માખણ ખરેખર નકલી છે કે કેમ, તે જાણવા માટે ર્જીંય્ દ્વારા આ જથ્થાને વધુ તપાસ અર્થે લેબોરેટરી (લેબ) ખાતે મોકલી આપવામાં આવ્યો છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો આ બીજો મોટો કિસ્સો સામે આવતા, લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી છે.