Last Updated on by Sampurna Samachar
લગ્નના ૨૦ દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર
મંગેતર અવારનવાર ઘરે આવી તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લગ્નની તૈયારીઓ વચ્ચે એક સગીરાએબાળકને જન્મ આપતા પરિવારજનો દંગ રહી ગયા છે. સગીરાના જ મંગેતરે તેની સાથે અવારનવાર દુષ્કર્મઆચર્યું હોવાનું બહાર આવતા પોલીસે નરાધમ મંગેતરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધોછે.

મળતી માહિતી અનુસાર, જામનગરના રાજકોટ રોડ વિસ્તારમાં રહેતી એક સગીરાની સગાઈ નજીકનાવિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયાહોય ત્યારે સગીરા ઘરે એકલી રહેતી હતી. આ તકનો લાભ ઉઠાવી મંગેતર અવારનવાર ઘરે આવી તેણીનીમરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. આ સતત થતા દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતીબની ગઈ હતી.
સગીરા અને નવજાત શિશુ બંને સ્વસ્થ
લગ્નને આડે જ્યારે માત્ર ૨૦ દિવસ બાકી હતા, ત્યારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસદરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું અને તેને પ્રસૂતિની પીડા ઉપડી હોવાનું બહાર આવતા પરિવારના સભ્યોસ્તબ્ધ થઈ ગયા હતા. પ્રસૂતિ દરમિયાન સગીરાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
ઘટનાની ગંભીરતાને જોતા સગીરાની માતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. માતાની ફરિયાદનાઆધારે જામનગર પોલીસે આરોપી મંગેતર વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનોનોંધ્યો છે.પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હાલમાં સગીરા અને નવજાત શિશુ બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.