ક્રિસમસની પૂર્વસંધ્યાએ ભીડ થઇ તે દરમિયાન બન્યો હતો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિસમસ ડેની પૂર્વ સંધ્યાએ એક મોટા સમાચાર આવ્યા હતા. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા એફિલ ટાવર પર આગ લાગવામો બનાવ બન્યો હતો. કહેવાય છે કે, ક્રિસમસ ડેની પૂર્વ સંધ્યા પર ત્યાં લોકોની ખૂબ ભીડ એકઠી થઈ હતી. પેરિસમાં એફિસ ટાવરના પહેલા અને બીજા માળની વચ્ચે આગ લાગ્યા બાદ તેને ખાલી કરાવી દીધો હતો.
જોકે ફાયરના જવાનો દ્વારા સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા તાત્કાલિક ૧૨૦૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તેમજ સાર્વજનિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક તૈનાત કરી દેવાઈ હતી.
આપને જણાવી દઈએ કે, એફિલ ટાવર પેરિસના સૌથી પ્રતિષ્ઠિત સ્થળમાંથી એક છે અને પર્યટકો માટે દુનિયાના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળમાંથી એક છે. રિપોર્ટ અનુસાર, દરરોજ લગભગ ૧૫૦૦૦થી ૨૫૦૦૦ લોકો એફિલ ટાવરની મુલાકાત લેવા આવે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે આ વાસ્તુશિલ્પ ચમત્કાર જોવા માટે પેરિસ આવનારા લાખો લોકોને વિશ્વાસ અપાવવા માટે અધિકારીઓ વિસ્તૃત તપાસ કરી રહ્યા છે.