પાકિસ્તાનને ફરિયાદ મળતા દેશના ૪૩૦૦ ભિખારીઓને ECL માં મૂકી દીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં જ પાકિસ્તાન સરકારે ૪૩૦૦થી વધુ ભિખારીઓને નો ફ્લાય લિસ્ટમાં મૂક્યા છે. સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોની ચેતવણી બાદ પાકિસ્તાને આ પગલું ભર્યું છે. હકીકતમાં આરબ દેશોએ પાકિસ્તાનને કહ્યું હતું કે, તમે પાકિસ્તાનથી એવા લોકોને અહીં ન મોકલો કે જેઓ ધાર્મિક યાત્રાના વિઝા પર આવીને અહીં ભીખ માંગે છે. આ ઉપરાંત મક્કા મસ્જિદમાંથી પકડાયેલા ૯૦ ટકા પાકીટ પણ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન સામે ચિંતા વ્યક્ત સાઉદી અરેબિયાએ કરતા કહ્યું કે, જો પાકિસ્તાન ભિખારી મોકલવાનું બંધ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પાકિસ્તાનને UAE અને અન્ય આરબ દેશોમાંથી પણ આ પ્રકારની ફરિયાદો મળી હતી.
ફરિયાદો મળતા જ પાકિસ્તાને કાર્યવાહી હાથ ધરી હતી અને તેમા દેશના ૪૩૦૦ ભિખારીઓને એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL )માં મૂકવામાં આવ્યા હતા. એટલે કે હવે આ લોકો હજ અને ઉમરાહના બહાને દેશની બહાર નીકળી શકશે નહીં. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન રઝા નકવીએ આ વાત શેર કરી છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ કેદીઓની અદલા – બદલી વિનિમય કરારને લાગુ કરવા અને સાઉદી અરેબિયામાં ૪૧૯ પાકિસ્તાની કેદીઓને પરત મોકલવા માટેની કાયદાકીય પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ સંમતિ દર્શાવી હતી. તેઓએ બંને દેશોના અર્ધલશ્કરી દળો અને પોલીસની સંયુક્ત તાલીમ અંગે પણ ચર્ચા કરી. ત્યારે મક્કા મસ્જિદ નજીકથી પકડાયેલા ૯૦ ટકા પાકીટ પાકિસ્તાની હતા. સાઉદી અરેબિયાના કાયદા મુજબ ત્યાં ભીખ માંગવી એ ગુનાની શ્રેણીમાં આવે છે.`