બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે સ્ટીવ સ્મિથ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે એડિલેડમાં પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે ટ્રેવિસ હેડે ૧૪૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ભારત સામે પોતાની ત્રીજી સદી અને તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. પરંતુ આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું ફોર્મ ડગમગી રહ્યું છે.
સ્ટીવ સ્મિથની વાત કરીએ તો પર્થ બાદ તે એડિલેડ ટેસ્ટમાં પણ ફ્લોપ રહ્યો હતો. તે જસપ્રીત બુમરાહના બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. સ્મિથને ખુદને વિશ્વાસ ન હતો કે તે આઉટ થઇ ગયો છે.અગાઉ સ્ટીવ સ્મિથે પર્થ ટેસ્ટમાં બંને ઇનિંગમાં ૦ અને ૧૭ રન બનાવ્યા હતા. એટલે કે તેણે પૂરી સીરિઝમાં અત્યાર સુધીમાં કુલ ૩ ઇનિંગ્સમાં ૧૯ રન બનાવ્યા છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ૧૧૧ મેચમાં ૯૭૦૪ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ ૫૬થી વધુ રહી છે.
આવી સ્થિતિમાં હવે સ્મિથે આગામી ટેસ્ટમાં પોતાને સાબિત કરવો પડશે. અન્યથા તેનું બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થવું નિશ્ચિત છે. તેની છેલ્લી ૯ ઇનિંગ્સ પર નજર કરીએ તો તેણે માત્ર ૧૫૭ રન જ બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર ૩૮ રન રહ્યો હતો. જેમાં તેની બેટિંગ સરેરાશ ૧૭.૪ રહી હતી.
સ્ટીવ સ્મિથનું આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રદર્શન
૧૧૧ ટેસ્ટ, ૯૭૦૪ રન, ૫૬.૦૯ બેટિંગ સરેરાશ, ૧૯ વિકેટ
૧૬૫ વનડે, ૫૬૬૨ રન, ૪૩.૫૫ બેટિંગ સરેરાશ, ૨૮ વિકેટ
૬૭ ્૨૦, ૧૦૯૪ રન, ૨૪.૮૬ બેટિંગ સરેરાશ, ૧૭ વિકેટ