ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ ને લઇ લોકોમાં ઘણો ઉત્સાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફિલ્મ ‘પુષ્પા ૨: ધ રૂલ’નો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વચ્ચે, મેકર્સનો રોમાંચ વધતા ફિલ્મના આગામી ગીતની ઝલક બતાવી છે. જેમાં રશ્મિકા મંદાના સાથે અલ્લૂ અર્જુનની જોડી જબરદસ્ત લાગી રહી છે. ફિલ્મના લોન્ચથી લઈને પ્રી રિલીઝ ઇવેન્ટ્સ સુધી મેકર્સ દરેક ઇવેન્ટને ભવ્ય બનાવવા માટે જોર લગાવી રહ્યાં છે.
પટનામાં થયેલા ટ્રેલર લોન્ચ અને કોચિમાં શાનદાર ઇવેન્ટ બાદ હવે ફિલ્મનું પ્રમોશન મુંબઈ પહોંચ્યું, જ્યાં આઈકોન સ્ટાર અલ્લૂ અર્જુને પોતાની ગ્રાન્ડ અને સ્ટાઇલિશ એન્ટ્રીથી બધાનું દિલ જીતી લીધું હતું. આ વચ્ચે, મેકર્સનો રોમાંચ વધતા ફિલ્મના આગામી ગીતની ઝલક બતાવી છે. જેમાં રશ્મિકા મંદાના સાથે અલ્લૂ અર્જુન એકસાથે જબરદસ્ત લાગી રહ્યા છે. નવા ગીત ‘પીલિંગ્સ’નો પ્રોમો વીડિયો અલ્લૂ અર્જુને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે.
ગીતનો પ્રોમો જોઈને લોકો રોમાંચિત થઈ રહ્યાં છે. તેઓને બંને સ્ટાર્સની કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે.અલ્લૂ અર્જુને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા પ્રોમો વીડિયોમાં પોણા નવ લાખ લાઇક્સ આવી ગઈ છે. જે પોતાનામાં એક રેકોર્ડ છે. ફિલ્મ ‘પુષ્પા ૨’, ૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ડિરેક્શન સુકુમારે કર્યું છે અને મિથ્રી મૂવી મેકર્સે પ્રોડ્યુસ કર્યું છે. ફિલ્મનું મ્યૂઝિક ટી-સિરીઝે રિલીઝ કર્યું છે. ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ને લઈને દર્શકોની ઉત્સુકતા જોતા કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મ રિલીઝ બાદ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.