Last Updated on by Sampurna Samachar
મીઠાપુર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ
૭ આરોપીઓની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકા પોલીસે ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં સક્રિય થયેલી મહાકાલ ગેંગ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરીને તેમને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
આ ગેંગ પર અપહરણ, ખંડણી વસૂલવી, ઊંચા વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી માટે ધમકીઓ આપવી અને પ્રોહિબિશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવીને મીઠાપુર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ છે.
ગુજસીટોક હેઠળ કાર્યવાહી થનાર આ ત્રીજી ગેંગ
તાજેતરમાં, ગેંગના સભ્યોએ એક અનુસૂચિત જાતિની મહિલા અને તેના પરિવારજનોને જાતિવાચક શબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની બે અલગ-અલગ ગંભીર ઘટનાઓ પણ નોંધાઈ છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકી એક સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ ચલાવી રહી હોવાનું અને સતત ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાયું હતું. લોકો આ ગેંગના ડરને કારણે ફરિયાદ કરવાથી ડરતા હતા.
આ સંગઠિત ગુનાખોરીને અંકુશમાં લેવા માટે, દેવભૂમિ દ્વારકા પોલીસે આખરે તા. ૦૭/૧૦/૨૦૨૫ના રોજ ગુજસીટોક એક્ટની વિવિધ કલમો હેઠળ આ ગેંગના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી થનાર આ ત્રીજી ગેંગ છે. આ કેસની વધુ તપાસ ડ્ઢરૂજીઁ દ્વારકા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
આરોપીઓના નામ
કિશનભા ભાવુભા માણેક(જાેધાણી)
મેહુલભાઇ ઉર્ફે ભુરો કમલેશભાઇ પરમાર
કરણભા જેઠાભા કારા
ઉમેશભા અજુભા માણેક
કનૈયાભાઇ ઉર્ફે કાનો સામરાભાઇ હાથીયા
એભાભા વીરાભા સુમણીયા
દિપુભા વીરાભા સુમણીયા