Last Updated on by Sampurna Samachar
સૂર્યભાન સિંહને પાર્ટીમાંથી ૬ વર્ષ માટે બહાર કરાયા
ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે ભારતીય જનતા પાર્ટીએ ચાર બળવાખોર નેતાઓને ૬ વર્ષ માટે બહારનો રસ્તો બતાવી દીધો છે. આ નેતાઓ ગઠબંધનના ઉમેદવારોની વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી લડવાનો ર્નિણય કરવા બદલ પાર્ટીના પગલાનો ભોગ બન્યા છે. જે ચાર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, તેમાં બહાદુરગંજથી વિધાનસભા ચૂંટણી લડનારા વરુણ સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગોપાલગંજથી ચૂંટણી લડી રહેલા અનૂપ કુમાર શ્રીવાસ્તવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપે કહલગાંવથી ચૂંટણી લડનારા ધારાસભ્ય પવન યાદવને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પવન યાદવ પર પાર્ટીના ર્નિણયનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. બડહરાથી ચૂંટણી લડનારા સૂર્યભાન સિંહને પણ પાર્ટીમાંથી ૬ વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા છે.
પાર્ટી અથવા ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડવું એ વિરોધી
ભાજપે આ નેતાઓને હાંકી કાઢ્યા છે કારણ કે તેઓ બધા ગઠબંધનના ઉમેદવારોની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. પાર્ટીના નિયમો અનુસાર, પાર્ટી અથવા ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડવું એ અનુશાસનહીનતા માનવામાં આવે છે, જેના પરિણામે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
 
				 
								