Last Updated on by Sampurna Samachar
નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ થઇ
આરોપી પોતાનું ઘર અને ઓફિસ વેચીને ફરાર થઈ જતા અંતે ભોગ બનનાર વૃદ્ધે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં ઉંચા વળતરની લાલચ આપી નિવૃત્ત નાગરિકોને નિશાન બનાવતી વધુ એક ઘટના સામેઆવી છે. નારણપુરા વિસ્તારમાં રહેતા એક ૭૨ વર્ષીય વૃદ્ધને પ્રોપર્ટીમાં રોકાણ કરવા પર દર મહિને ૬ ટકાવળતરની લાલચ આપી એક ઠગે ૧૬.૫૧ લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપી પોતાનું ઘર અને ઓફિસવેચીને ફરાર થઈ જતા અંતે ભોગ બનનાર વૃદ્ધે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, નારણપુરામાં રહેતા ૭૨ વર્ષીય સુભાષચંદ્ર મહેતા આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઓગસ્ટ ૨૦૨૩માં તેમના સાળાના દીકરા મારફતે તેમનો સંપર્ક સિધ્ધાર્થ રાવલ નામના શખસ સાથે થયો હતો. સિધ્ધાર્થે પોતાની ‘સિલીકોન રીયલ એસ્ટેટ‘ કંપનીમાં રોકાણ કરવાની સ્કીમ સમજાવી હતી અને ખોટા એગ્રીમેન્ટ બતાવી વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો.
ખોટા એગ્રીમેન્ટ બતાવી વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો
વિશ્વાસમાં આવી ગયેલા વૃદ્ધે ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ૧૧ લાખ રૂપિયાનો ચેક અને બીજા દિવસે ૫.૫૧ લાખરૂપિયા રોકડા મળી કુલ ૧૬,૫૧,૦૦૦ રૂપિયા આપ્યા હતા. આરોપીએ ખાતરી આપી હતી કે જરૂર પડે ૩૦ દિવસમાં તમામ રૂપિયા પાછા મળી જશે અને દર મહિને ૬% પ્રોફિટ મળશે. શરૂઆતના ૪–૫ મહિના વળતર ચૂકવ્યા બાદ આરોપીએ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધ જ્યારે તપાસ કરવા શેલા ખાતેના તેના ઘરેઅને ઓફિસે ગયા ત્યારે જાણવા મળ્યું કે આરોપી મકાન વેચીને રાતોરાત ફરાર થઈ ગયો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ઠગ સિધ્ધાર્થ રાવલે માત્ર સુભાષચંદ્ર જ નહીં, પરંતુ તેમના જેવા અન્યઘણાં લોકો સાથે પણ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. માર્ચ ૨૦૨૫માં આ હકીકત સામે આવ્યા બાદવૃદ્ધે હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. નારણપુરા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની વિવિધ કલમોહેઠળ ગુનો નોંધી આરોપી સિધ્ધાર્થ રાવલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.