Last Updated on by Sampurna Samachar
નાનો યુરિયા મુદ્દે ખેડૂતોમાં અસંતોષ, પરંપરાગત યુરિયાની માંગ ઉઠી
પરંપરાગત યુરિયા પાક માટે વધુ અસરકારક છે અને વર્ષોથી તેનો ઉપયોગ થતો આવ્યો છ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં કૃષિ ક્ષેત્રને લઈને એક મહત્વનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નાનો યુરિયાના ઉપયોગ અંગે ઘણા ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે નાનો યુરિયાનો ઉપયોગ તેમની ખેતીમાં અપેક્ષિત પરિણામ આપતો નથી, જેના કારણે તેઓ ફરી પરંપરાગત યુરિયાની માંગ કરી રહ્યા છે.

કેટલાક ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જમીનની સાચી સ્થિતિ અને પાકની જરૂરિયાતને સૌથી સારી રીતે ખેડૂત જ સમજી શકે છે. ખેડૂતોનો દાવો છે કે નાનો યુરિયા પૂરતો અસરકારક સાબિત થયો નથી, તેથી તેને ફરજિયાત બનાવવા અથવા વધુ પ્રોત્સાહન આપવાનો ર્નિણય યોગ્ય નથી.
નાનો યુરિયા ખરીદવા માટે પ્રોત્સાહિત કે દબાણ ?
ખેડૂતોની માંગ છે કે સરકાર નાનો યુરિયાને બદલે પ્યુર અથવા પરંપરાગત યુરિયા ઉપલબ્ધ કરાવે. તેમના જણાવ્યા મુજબ પરંપરાગત યુરિયા પાક માટે વધુ અસરકારક છે અને વર્ષોથી તેનો ઉપયોગ થતો આવ્યો છે.
કેટલાક ખેડૂત નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર ખેડૂતોને નાનો યુરિયા ખરીદવા માટે પ્રોત્સાહિત કે દબાણ કરી રહી છે, જે યોગ્ય નથી. તેમના અનુસાર ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે સરકાર “મેક ઇન ઇન્ડિયા”ની વાત કરે છે, પરંતુ હકીકતમાં દેશ આજે પણ યુરિયા અને ડી.એ.પી. જેવા ખાતરો માટે મોટા પ્રમાણમાં આયાત પર ર્નિભર છે. આ મુદ્દે પણ સરકારને વધુ સ્વાવલંબન તરફ આગળ વધવાની જરૂર હોવાનું ખેડૂતો માને છે.