Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં ૯ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબીના હળવદ પાસે શ્રદ્ધાળુઓને ભરીને ધાર્મિક પ્રવાસે જઇ રહેલી બસ પલટી મારી જતાં ૯ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર ગાંધીનગરના અડાલજથી કચ્છના ધાર્મિક પ્રવાસે ઉપડેલી ખાનગી લક્ઝરી બસને મોરબીના હળવદ પાસે આવેલા દેવળીયા નજીક અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં બસ રોડની સાઇડમાં ઉતરી જઇને પલટી ખાઇ ગઇ હતી. આ બસમાં કુલ ૫૬ જેટલા શ્રદ્ધાળુઓ મુસાફરી હતા અને આ દુર્ઘટનામાં ૯ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી ૧ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતાં ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.