Last Updated on by Sampurna Samachar
ટીંગલોદ ગામે માછીમારી કરવા ગયેલો આધેડ તળાવમાં ડૂબ્યો
ફાયર ટીમની ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટીંગલોદ ગામેથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. ગામનાતળાવમાં માછીમારી કરવા ગયેલા ૫૫ વર્ષીય આધેડનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલેસમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ટીંગલોદ ગામના રહેવાસી રાજેશભાઈ વસાવા (ઉંમર ૫૫ વર્ષ) રોજની જેમગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયા હતા. માછીમારી દરમિયાન અચાનક તેમનો પગ લપસતા અથવાઅન્ય કોઈ કારણોસર તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમય સુધી તેઓ બહાર ન આવતાસ્થાનિકોએ શોધખોળ કરી હતી અને બાદમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરફાઈટરોએ બોટ અને અત્યાધુનિક બોડી સેન્સર ડિટેક્ટરની મદદથી તળાવના ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ રાજેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયરવિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ મૃતદેહને બહાર કાઢી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.ઘરના મોભીના અકાળે અવસાનથી વસાવા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ટીંગલોદ ગામમાં પણ આ ઘટનાને પગલેભારે સન્નાટો પ્રસરી ગયો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે.