Last Updated on by Sampurna Samachar
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
અકસ્માત થયો તેનું કારણ અકબંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદમાં પીકઅપ ડાલાનુ ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્રથી હિંમતનગર જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા છે, કોની બેદરકારીના કારણે આ અકસ્માત થયો તેનું કારણ અકબંધ છે.

મળતી માહિતી મુજબ દાહોદના વલુંડી નજીક બનેલી અકસ્માતની ઘટનામાં ૨ના મોત અને ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ડાલામાં જે મજૂરી અર્થે હિંમતનગર જઈ રહ્યાં હતા તે મજૂરો સાથે દુર્ઘટના સર્જાઇ હતી. જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
મહારાષ્ટ્રથી હિંમતનગર જઇ રહેલ પીક ડાલાનો અકસ્માત
મહારાષ્ટ્રથી હિંમતનગર કપાસ મજૂરીએ જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે અને પરિજનોને પણ જાણ કરવામાં આવી છે, મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, કયારેક એવું થાય છે કે, ટાયરમાં વધારે હવા ભરેલી હોય છે અને તે જમીન સાથે ઘર્ષણ કરે છે અને ટાયર ફાટવાની ઘટના બનતી હોય છે.