મૃતક અને બચાવ થયેલા તમામ લોકો આફ્રિકન દેશોના રહેવાસી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર આફ્રિકાના ટ્યૂનિશિયામાં મોટી બોટ દુર્ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, બે બોટ પલટવાના કારણે ૨૭ લોકોના મોત થયા છે. જેમાં ૮૩ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું .
અહેવાલો અનુસાર, સ્ફૈક્સ શહેરની નજીક દુર્ઘટના બની. નાગરિક સુરક્ષા પ્રમુખ અધિકારી જીદ સદિરીએ જણાવ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. દુર્ઘટના મધ્ય ટ્યૂનિશિયાના કેરકેનાહ દ્વીપની નજીક બની છે. કેટલાક મુસાફર હજુ લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે. બંને બોટ યુરોપ તરફથી આવી રહી હતી. મૃતક અને બચાવ થયેલા તમામ લોકો આફ્રિકન દેશોના રહેવાસી છે. કોસ્ટ ગાર્ડની દેખરેખમાં ઓપરેશન ચાલી રહ્યું છે.
ટ્યૂનિશિયા ઇટલી સિવાય યુરોપ જનારા લોકો માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દર વર્ષે લાખો લોકો અહીંથી અવરજવર કરે છે. યુરોપના લૈમ્પેડુસા દ્વીપ ટ્યૂનિશિયાથી માત્ર ૧૫૦ કિલોમીટર (૯૦ માઈલ) દૂર છે. આ પોર્ટ વ્યાપારિક દૃષ્ટિથી ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. જોખમ બાદ પણ લોકો આ રસ્તે ટ્રાવેલિંગની દ્રષ્ટિથી પ્રાથમિકતા આપે છે. હાલમાં જ અહીં અનેક જહાજ ડૂબી ચૂક્યા છે.