કુવૈતમાં PM મોદીએ ઈન્ટરવ્યું કરી વાતચીત
“ભારત અને કુવૈતની વચ્ચે ગાઢ અને ઐતિહાસિક સંબંધ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કુવૈત પ્રવાસ દરમિયાન ઈન્ટરવ્યું આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે કુવૈત અને ભારતની વચ્ચે વેપાર અને વાણિજ્ય દ્વિપક્ષીય સંબંધોનો મહત્વપૂર્ણ સ્તંભ રહ્યો છે અને દ્વિપક્ષીય વેપારમાં સતત વધારો થઈ રહ્યો છે. અમારા દ્વિપક્ષીય વેપારમાં તેજી આવી છે અને અમારી ઊર્જા ભાગીદારી આ વેપારમાં એક અનોખી ભૂમિકા નિભાવી છે.”
વધુમાં કહ્યું કે, “અમને કુવૈતમાં મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટની હાજરી જોઈને ખુશી થઈ રહી છે. ખાસ કરીને ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ મશીનરી અને ટેલિકોમ ક્ષેત્રોમાં. આજે ભારત દુનિયાભરમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ ખૂબ જ સસ્તી કિંમતો પર બનાવી રહ્યું છે. બિન-તેલ વેપારમાં વિવિધતા લાવવી દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાની ચાવી છે.” પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું કે, “ફાર્માસ્યુટિકલ, સ્વાસ્થ્ય ટેકનોલોજી, ડિજિટલ, નવાચાર અને વસ્ત્ર ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાની અપાર સંભાવનાઓ છે અને વેપાર મંડળીઓ, ઉદ્યમીઓ અને નવપ્રવર્તકોને આંતરિક સંવાદ કરવો જોઈએ.”
પ્રધાનમંત્રી મોદીએ પોતાની કુવૈત મુલાકાત વિશે કહ્યું કે, “હું કુવૈત આવવા બદલ ખુશ છું અને શેખ મેશલ અલ અહમદ અલ જાબેર અલ સબાહને તેમના સાદર નિમંત્રણ માટે ધન્યવાદ આપું છું. આ યાત્રા ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે ૪૦ વર્ષોમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની પ્રથમ મુલાકાત છે.” તેમણે કુવૈતમાં અરેબિયન ગોલ્ફ કપના ઉદ્ઘાટનમાં સામેલ થવા માટે શેખ મેશલનો આભાર વ્યક્ત કર્યો અને ટૂર્નામેન્ટની સફળતાની શુભકામનાઓ આપી. તેમણે કહ્યું કે, “ભારત અને કુવૈતની વચ્ચે ગાઢ અને ઐતિહાસિક સંબંધ છે. અમારો વેપાર અને વિચારોનું આદાનપ્રદાન બંને દેશોના લોકોને નજીક લાવ્યા છે. અમે બંને દેશો વચ્ચે વેપાર સાથે જાેડાયેલ ઐતિહાસિક પાસાઓને સમજી શકીએ છીએ, જેમ કે ફયલાકા દ્વીપ પર થયેલી શોધ જે અમારી ભાગીદારીના અતીતને દર્શાવે છે. ભારતીય રૂપિયો કુવૈતમાં ૧૯૬૧ સુધી કાયદેસર મુદ્રા હતી, જે દર્શાવે છે કે અમારી અર્થવ્યવસ્થા કેટલી નજીકથી જાેડાયેલી હતી.”
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે ભારત અને કુવૈત વચ્ચેના સંબંધો સતત આગળ વધી રહ્યા છે અને બંને દેશો વચ્ચે સહકારની અસંખ્ય તકો છે. તેમણે કુવૈતના અમીર સાથેની તેમની આગામી વાતચીતની રાહ જાેઈ, જેમાં વેપાર, સંરક્ષણ, રોકાણ અને ઊર્જા જેવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે. તેમણે કુવૈતમાં ભારતીયોની સ્થિતિ વિશે પણ વાત કરી હતી, જે કુવૈતમાં સૌથી મોટા વિદેશી સમુદાય છે, અને એ પણ ધ્યાન દોર્યું કે ભારતીય કંપનીઓ કુવૈતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. મોદીએ ભારતમાં કુવૈત ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના રોકાણની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કુવૈતના રોકાણકારો માટે ભારત એક આકર્ષક સ્થળ બની ગયું છે.
ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપથી વિકસતી સ્થિતિને રેખાંકિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત આવનારા થોડા વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. તેમણે ભારતના ઝડપથી વિસ્તરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નોંધ લીધી, જેમાં નવા એક્સપ્રેસવે, રેલ્વે, એરપોર્ટ અને મેટ્રો સિસ્ટમનો સમાવેશ થાય છે. ભારતમાં રોકાણની તકો વિશે વાત કરતા મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક રોકાણકારો માટે એક મુખ્ય સ્થળ બની ગયું છે. આ સિવાય ડિજિટલ ઈકોનોમી, ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપના ક્ષેત્રમાં પણ ભારત માટે વધુ સંભાવનાઓ છે.
વડાપ્રધાન મોદીએ કુવૈતના ઊર્જા ક્ષેત્રમાં ભારતના સહયોગનું મહત્વ દર્શાવ્યું. તેઓએ કહ્યું કે, ઊર્જા વેપાર ભારત અને કુવૈતના દ્વિપક્ષીય સંબંધોનો એક મહત્વ પૂર્ણ સ્તંભ છે, અને બંને દેશો વચ્ચે ઊર્જા સહયોગમાં ઘણી નવી તકો છે. તેઓએ ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન, જૈવિય ઇંધણ અને કાર્બન કેપ્ચર જૈવી નિચલા કાર્બન સમાધાનોમાં સહિયોગની સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
કુવૈત અને ભારત વચ્ચે રાજકીય, સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીએ બંને દેશોની દ્રષ્ટિકોણમાં સમાનાતાઓ હોવાની વાત કહી હતી. તેઓએ કુવૈતના વિઝન ૨૦૩૫નો પણ ઉલ્લેખ કર્યો, જે કુવૈતને એક આર્થિક અને કનેક્ટિવિટી હબ બનાવવા પર કેન્દ્રિત છે. અંતે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના પર્યટન ક્ષેત્રે પણ એક મહત્વપૂર્ણ સોફ્ટ પાવર છે અને કુવૈત જેવા દેશો માટે ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રાકૃતિક સુંદરતા એક મહત્વની તક છે. તેઓએ કુવૈત સરકાર અને કુવૈતમાં ભારતીય સમુદાયની ભલાઈ માટે તેના યોગદાનની સરાહના કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભારત અને કુવૈતના સહયોગને વધુ મજબૂત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભારતીય સમુદાયના યોગદાનને પ્રોત્સાહન આપવાની દિશામાં બંને દેશો વચ્ચે સહિયોગની વધતી સંભાવનાઓની વાત કરી હતી.