વર્ષ ૧૯૯૬ ના આ કેસમાં કોર્ટે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ૨૦ જાન્યુઆરીએ સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદના શપથ લેશે. પરંતુ તે પહેલા તેને ફેડરલ અપીલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યૌન શોષણ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં માફી માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. ઉપરાંત, ટ્રમ્પને દોષિત ઠેરવવાનો અને તેમના પર દંડ લાદવાનો ર્નિણય અકબંધ છે. હવે ટ્રમ્પે માનહાનિ અને યૌન દુર્વ્યવહારના મામલામાં ૫ મિલિયન ડોલરનો દંડ ભરવો પડશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ૧૯૯૬ના આ કેસમાં કોર્ટે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે. ટ્રમ્પને એક હાઈ-એન્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં કોલમ લખનાર એક મહિલા સાથે યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. બીજી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું હતું કે મેનહટન જ્યુરીના ચુકાદાને રદ કરવામાં આવશે નહીં. ઇ. જીન કેરોલને બદનામ કરવા અને જાતીય હુમલો કરવા બદલ ટ્રમ્પે ઇં૬ મિલિયનનો દંડ ભરવો પડશે.
કોલમ લખનાર પીડિતાએ ૨૦૨૩માં ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી કે, ‘૧૯૯૬માં એક મીટિંગ દરમિયાન ટ્રમ્પ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ઘૂસ્યા હતા.’ જોકે ટ્રમ્પ આ વાતને નકારી રહ્યા છે. જ્યુરીએ આ વર્ષની શરૂઆતમાં ફોલો-અપ ટ્રાયલ દરમિયાન જુબાની બાદ ઇં૮૩.૩ મિલિયનનો દંડ લાદ્યો હતો. ૧૯૯૬ની આ ઘટના સિવાય કોર્ટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જાેડાયેલા કેસમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને પણ દોષિત ઠેરવ્યા હતા. એક તરફ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે અને બીજી તરફ યુએસ ફેડરલ અપીલ કોર્ટમાં તેમની અપીલો ફગાવી દેવામાં આવી રહી છે.