ગાઝા પટ્ટીમાં ઇઝરાયલનું લશ્કરી આક્રમણ ૭ ઑક્ટોબર ૨૦૨૩ થી અત્યાર સુધી ચાલુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇઝરાયલી સેના અને શિન બેટના જણાવ્યા અનુસાર અલ-હાદી યુનિસમાં હમાસના નુખ્બા ફોર્સનો કમાન્ડરોએ ડ્રોન હુમલામાં મારી નાખ્યો છે. IDF એ કહ્યું કે, ‘અલ-હાદીએ ઇઝરાયલના કિબુટ્ઝ નીર ઓઝ પર આતંકવાદી હુમલાનું નેતૃત્વ કર્યું હતું. અહીંથી ડઝનબંધ લોકોનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી.’
અબ્દ અલ-હાદી સબા ખાન હમાસના નેતાઓમાંનો એક હતો જેણે ઇઝરાયલમાં ૭ ઑક્ટોબરના હત્યાકાંડ દરમિયાન કિબુત્ઝ નીર ઓઝમાં ઘૂસણખોરી કરી હતી. આ અંગે IDF એ ટ્વીટ કર્યું છે કે, ‘હાદીએ યુદ્ધ દરમિયાન IDF સૈનિકો પર ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા હતા. અબ્દ અલ-હાદી દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં માર્યો ગયો હતો.’ ઇઝરાયલની સુરક્ષા એજન્સીઓ અને IDF નું કહેવું છે કે, ‘તેણે આ ઓપરેશન ઈન્ટેલિજન્સ એજન્સીના આધારે કર્યું હતું. તે હમાસના ઘણા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે.’
૭ ઑક્ટોબર, ૨૦૨૩ ના રોજ, હમાસ દ્વારા ઇઝરાયલ પર મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. ૨૫૦ થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે આમાંથી ૧૦૦થી વધુ લોકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલનું લશ્કરી આક્રમણ ૭ ઑક્ટોબર ૨૦૨૩ થી અત્યાર સુધી ચાલુ છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના નવા અનુમાન મુજબ, હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૫,૫૪૧ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ૧,૦૮,૩૩૮ ઘાયલ થયા છે. UN ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયલે ૧૨ ઑક્ટોબર, ૨૦૨૩ થી ૩૦ જૂન, ૨૦૨૪ સુધીમાં ઓછામાં ઓછી ૨૭ હોસ્પિટલો અને ૧૨ અન્ય તબીબી સુવિધાઓ પર ૧૩૬ હુમલા કર્યા છે.
આ પહેલા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના ૧૬૨મા સ્ટીલ ડિવિઝને એક ઓપરેશનમાં જબાલિયા અને બીત લાહિયા વિસ્તારમાં હમાસના ૧૪ આતંકીઓને ઠાર કર્યા હતા. આમાંના ઘણા આતંકવાદીઓ ૭ ઑક્ટોબરના હુમલામાં સામેલ હતા. IDF એ આ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલુ રાખ્યું છે. તાજેતરમાં પણ હમાસના ઘણા લડવૈયાઓ માર્યા ગયા હતા.