Last Updated on by Sampurna Samachar
જે અફવા ફેલાવે છે તેઓને સત્ય જાણવામાં કોઇ રસ નથી
ઐશ્વર્યાથી અલગ થવાનો તેમનો કોઈ ઇરાદો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અભિનેત્રી એશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચન બૉલિવૂડના જાણીતા કપલમાંથી એક છે. છેલ્લા કેટલાક સમયથી આ કપલના છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે. હવે આ અફવાઓ પર અભિષેક બચ્ચને મૌન તોડ્યું છે અને ટ્રોલર્સને જવાબ આપ્યો છે.
અભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ કાલીધર લાપતા ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં પ્રમોશનના એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે એશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, “જે લોકો આવી અફવા ફેલાવી રહ્યા છે, તેમને કદાચ સત્ય જાણવામાં કોઈ રસ નથી.”
નેગેટિવ સમાચાર જ હંમેશાં વધુ વેચાય
અભિષેકે કહ્યું કે, “પહેલા આવી વાતો પર મને કોઈ અસર થતી ન હતી, પરંતુ હવે મારો પરિવાર છે. હવે આવી અફવાઓથી મને અસર થાય છે. હું સ્પષ્ટ કરી દઉં, તો પણ લોકો તેને તોડી મરોડીને રજૂ કરશે. કારણ કે નેગેટિવ સમાચાર જ હંમેશાં વધુ વેચાય છે. જેઓ આવી નેગેટિવિટી ફેલાવે છે,તેમણે એક વખત પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ છે આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઐશ્વર્યાથી અલગ થવાનો તેમનો કોઈ ઇરાદો નથી.
અભિષેક બચ્ચનની ફિલ્મ કાલીધર લાપતા ૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિ પર આધારિત છે જે પોતાના ઘરેથી ભાગી જાય છે. ચાહકો આ ફિલ્મ જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.