Last Updated on by Sampurna Samachar
Contents
સંજુએ લગાવી મોટી છલાંગ, વરુણ પાસેથી છીનવાયો તાજ
બોલરોમાં રાશિદ ખાન નંબર-૧ બોલર બની ગયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ICP મેન્સ તે T20 વર્લ્ડ કપ ૨૦૨૬ જીત્યો. ભારતની જીતની અસર હવે T20ની નવી આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં જોવા મળી રહી છે. ઘણા ભારતીય ખેલાડીઓએ નવી રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. નવી રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો જોવા મળી રહ્યો છે. અભિષેક શર્માનું વર્ચસ્વ અકબંધ રહ્યું છે.

તેણે ફાઇનલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારીને નંબર-૧ T20 બેટ્સમેનનું સ્થાન જાળવી રાખ્યું છે.આ દરમિયાન ઈશાન કિશન ટુર્નામેન્ટમાં ૩૧૭ રન બનાવ્યા બાદ બે સ્થાનનો કૂદકો મારીને બીજા ક્રમે પહોંચી ગયો છે. કિશને પણ તેની કારકિર્દીનું સર્વોચ્ચ રેટિંગ હાંસલ કર્યું અને હવે તે અભિષેક શર્માથી માત્ર ચાર રેટિંગ પોઈન્ટ પાછળ છે.
અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ફરીથી નંબર-૧ T20 બોલર બન્યો
વર્લ્ડ કપનો હીરો સંજુ સેમસન ૧૮ સ્થાનની મોટી છલાંગ લગાવીને ૨૨મા સ્થાને પહોંચી ગયો છે. સંજુએ વર્લ્ડ કપમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી અને ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો શિવમ દુબે ચાર સ્થાન ઉપર આવીને ૨૭મા સ્થાને પહોંચી ગયો છે.
બોલરોના રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ પોતાનું નંબર-૧ સ્થાન ગુમાવ્યું છે અને હવે તે બીજા સ્થાને સરકી ગયો છે. અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ફરીથી નંબર-૧ T20 બોલર બન્યો છે.
ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર છે. ભારતનો હાર્દિક પંડ્યા બીજા ક્રમે છે અને બંને ખેલાડીઓએ આ અઠવાડિયે તેમની કારકિર્દીની સર્વોચ્ચ રેટિંગ પ્રાપ્ત કરી છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર ત્રણ સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચી ગયો છે.