Last Updated on by Sampurna Samachar
નેહાની ખોટી ઓળખ આપી બાંગ્લાદેશી અબ્દુલની સચ્ચાઇ
આ મામલામાં પોલીસે તપાસ શરુ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભોપાલમાં બુધવારા વિસ્તારમાં નેહા કિન્નર બની રહેનાર અબ્દુલ અંદાજે એક દશકથી શહેરમાં રહેતો હતો. આ પહેલા તેમને કથિત રીતે ૧૦ વર્ષની ઉંમરમાં અવૈધ તરીકેથી ભારતમાં એન્ટ્રી કર્યા બાદ અંદાજે ૨૦ વર્ષમાં મુંબઈમાં પસાર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર ભોપાલના બુધવારા વિસ્તારમાં લોકો અંદાજે ૮ વર્ષથી પોતાના પાડોશમાં રહેનાર એક ટ્રાન્સજેન્ડર મહિલા નેહાને ઓળખતા હતા. પરંતુ નેહાની ખોટી ઓળખ સાથે એક બાંગ્લાદેશી નાગરિક અબ્દુલ કલામ છેલ્લા ૩ દશકથી ભારતમાં રહેતો હતો. ‘નેહા’ એટલે કે અબ્દુલને ભોપાલ પોલિસે મોડી રાત્રે એક અભિયાનમાં પકડી પાડ્યો હતો. અબ્દુલે આધારકાર્ડ, વોટર આઈડી અને પાસપોર્ટ સહિત અનેક ઈન્ડિયન ડોક્યુમેન્ટ પણ નકલી બનાવ્યા છે.
બાંગ્લાદેશ આવવા – જવા માટે નકલી પાસપોર્ટ બનાવ્યો
મીડિયા રિપોર્ટ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે, મધ્યપ્રદેશ આવતા પહેલા અબ્દુલે ૨ દશક મુંબઈમાં પસાર કર્યા હતા. સ્થાનીક હિઝડા કોમ્યુનિટીના સભ્યો બન્યા બાદ તેને ટ્રાન્સજેન્ડરની ઓળખ પણ મેળવી હતી. પોલીસે જણાવ્યું કે, તેમણે કોઈ પણ શક વગર બાંગ્લેદેશ આવવા-જવા માટે પોતાના નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો.
સાયબર ક્રાઈમ સ્પેશલિસ્ટ હવે અબ્દુલનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે. કોલ લોગ અને અન્ય ડેટાની તપાસ કરી રહ્યા છે પોલીસે આ જાણવા માટે જેન્ડર વેરિફિકેશન ટેસ્ટ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. અબ્દુલની ટ્રાન્સજેન્ડર ઓળખ અસલી કે નકલી, અબ્દુલને ૩૦ દિવસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને હાલમાં તલૈયા પોલીસ સ્ટેશનમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે.
અધિકારીઓનું તર્ક છે કે, શંકાસ્પદોની સમયાંતરે પૂછપરછ કરવામાં આવે છે. સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. અબ્દુલના મોબાઇલ કોલ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે અને સાયબર ક્રાઇમની મદદથી તેની ચેટ અને વાતચીતની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમ તે જે લોકોના સંપર્કમાં હતો તેમની પણ અલગથી પૂછપરછ કરી રહી છે. અબ્દુલ કલામ ભોપાલમાં હોવાની માહિતી પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓને મોકલવામાં આવી છે.