Last Updated on by Sampurna Samachar
હનુમાનજીને માનનાર વર્ગમાં યુવા વર્ગ સૌથી આગળ
સાવધાની પૂર્વક આ કામ કરતા તેને ૬ મહિના થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હનુમાન ચાલીસા કે જે મોટા ભાગે સૌ કોઇને મોઢે હોય. હનુમાનજીને માનનાર વર્ગમાં યુવા વર્ગ સૌથી આગળ છે. હનુમાન ચાલીસા તમે હિંદીમાં સાંભળી હશે. પરંતુ પટનાની એક દીકરીએ હનુમાન ચાલીસા એક બે નહી પણ ૨૩૪ ભાષામાં અનુવાદ કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

પટનાની આરાધ્યા સિંહ કે જેણે હનુમાન ચાલીસાને ૨૩૪ ભાષામાં ટ્રાન્સલેટ કરી. આ માટે તેને ૬ મહિનાનો સમય લાગ્યો. તેનું કહેવુ છે કે છઠ પર્વ પર તેણે ટ્રાન્સલેટ કરવાની શરૂઆત કરી હતી. દરેક ભાષામાં શબ્દોનો ભાવાર્થ સમજીને સાવધાની પૂર્વક આ કામ કરતા તેને ૬ મહિના થયા.
આરાધ્યાએ માતા-પિતાને શ્રેય આપ્યો
આ અનુવાદ કરવાનું ઉદ્દેશ્ય આરાધ્યાનો એ છે કે તે દેશ વિદેશમાં રહેતા યુવાઓને સનાતન ધર્મ સાથે જોડવા માંગે છે. તેનો લક્ષ્ય ધાર્મિક આસ્થાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. તેણે કહ્યું કે આજે યુવા પેઢી સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે.
એવામાં મારો પ્રયાસ છે કે યુવાઓ હનુમાન ચાલીસા વાંચે, સમજે અને તેનો પાઠ કરે. તેણે કહ્યુ કે આ સનાતન સાથે છેડછાડ નહીં પણ સનાતનને પ્રોત્સાહન મળે તે માટેની કામગીરી છે. આરાધ્યાએ આ સફળતા માટે તેના માતાપિતાને શ્રેય આપ્યો. આ સાથે જ તેણે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની પ્રશંસા કરી અને કહ્યું કે LJPR પ્રમુખે તેને આ કાર્ય માટે ઘણી વખત પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું. જેના કારણે ૨૩૪ ભાષાઓમાં હનુમાન ચાલીસાનો અનુવાદ શક્ય બન્યો.