Last Updated on by Sampurna Samachar
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરએ ACB ને તપાસના આદેશ આપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) ની ટીમ તપાસ માટે અરવિંદ કેજરીવાલ, પાર્ટીના સાંસદો સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરે પહોંચી હતી . મળતી માહિતી મુજબ, ACB ની ટીમ મુકેશ અહલાવત, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહના ઘરે તપાસ કરવા રવાના થઈ ગઈ હતી.
ACB ના જણાવ્યા અનુસાર એલજી વીકે સક્સેનાએ તેમને તપાસના આદેશ આપ્યા છે. અમારી ટીમ નીકળી રહી છે. આરોપોમાં કેટલી સત્યતા છે તે અંગે ત્રણેય લોકો પાસેથી માહિતી મેળવવી હતી. શું આ આરોપ અંગે કોઈ પુરાવા છે કે પછી તે માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે ? માનવામાં આવી રહ્યું છે કે ACB ની ટીમ કેજરીવાલ અને સંજય સિંહની પણ પૂછપરછ કરી શકે છે.
આમ આદમી પાર્ટી નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર લગાવવામાં આવેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોની તપાસ કરશે. બીજેપી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરએ આપ નેતાઓના દાવાઓની તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી LG ના પ્રિન્સિપલ સેક્રેટરીએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાંચ આપવાના આરોપો પર ACB તપાસ કરાવવા માટે મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. દિલ્હી એલજીને બીજેપીની ફરિયાદ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ભાજપે ફરિયાદમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે અને તે ભાજપની છબીને કલંકિત કરવાના ઈરાદાથી કરવામાં આવ્યા છે અને મતદાન પૂર્ણ થયા બાદ તરત જ દિલ્હીમાં ગભરાટ અને અશાંતિની સ્થિતિ સર્જાઈ છે.
આ દરમિયાન આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે ભાજપના લોકો ડ્રામા કરવા માંગે છે. અમે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ. અમે કાર્યવાહી ઈચ્છીએ છીએ. ACB એ કાર્યવાહી કરવી જોઈએ. હું ફરિયાદ કરવા ACB ઓફિસમાં જાઉં છું.
મહત્વનું છે કે કેજરીવાલે ભાજપ પર દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના ૧૬ ઉમેદવારો ભાજપમાં જોડાય તો તેમને ૧૫ કરોડ રૂપિયા અને મંત્રી પદની ઓફર કરવામાં આવી હતી.
ટિ્વટર પરની એક પોસ્ટમાં કેજરીવાલે આરોપ લગાવ્યો કે, છેલ્લા બે કલાકમાં અમારા ૧૬ ઉમેદવારોને કોલ આવ્યા કે જો તેઓ આપ છોડીને ભાજપમાં જોડાય તો તેમને દરેકને ૧૫ કરોડ રૂપિયા અને મંત્રી પદની ઓફર કરવામાં આવશે.