Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૦૨૨ સુધી લુધિયાણા કોંગ્રેસનો ગઢ કહેવાતી હતી
પાંચ મહિના પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા ખોવી પડી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબની લુધિયાણા બેઠક અને ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા -ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. આજથી પાંચ મહિના પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા ખોવી પડી હતી. દિલ્હીની ચૂંટણીમાં આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ , પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સહિત તમામ મોટા નેતાઓ હારી ગયા હતા, ત્યારે લુધિયાણા અને વિસાવદર બેઠક પર આપની જીત પાર્ટી માટે સંજીવની સાબિત થઈ શકે છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને પાર્ટીએ લુધિયાણા બેઠક પણ જીતી લીધી છે. જ્યારે ગુજરાતની વિસાવદર પણ જીતી લીધી છે, તેથી હવે આમ આદમી પાર્ટી પંજાબ અને ગુજરાત પર ફોકસ વધારશે. કેજરીવાલ, સિસોદિયા સહિત તમામ મોટા નેતાઓ પેટા-ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.
કેજરીવાલે રાષ્ટ્રીય રાજકારણમાં જબરદસ્ત વાપસી કરી
આપએ ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા જ રાજ્યસભાના સભ્ય સંજીવ અરોરાને લુધિયાણા બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને હવે તેમણે જીત મેળવી લીધી છે. વર્ષ ૨૦૨૨ સુધી લુધિયાણા કોંગ્રેસનો ગઢ કહેવાતી હતી. સંજીવ અરોરાએ કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ભૂષણ આશુને હરાવ્યા છે. કેજરીવાલે વચન આપ્યું હતું કે, અરોરા જીતશે તો તેમને ભગવંત માન સરકારમાં મંત્રી બનાવાશે. ધારાસભ્ય ગુરપ્રીત યોગીનું મોત થયા બાદ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
કયાં પક્ષના કયાં ઉમેદવારને કેટલાં મત મળ્યા
સંજીવ અરોરા (આપ)- ૩૫૧૪૪ મત
ભારત ભૂષણ આશુ (કોંગ્રેસ)- ૨૪૫૧૦ મત
જીવન ગુપ્તા (ભાજપ)- ૨૦૨૯૯ મત
પરોપકાર સિંહ (અકાલી દળ)- ૮૧૯૮ મત
જ્યારે ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક યોજાયેલી પેટા-ચૂંટણીમાં છછઁ ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની મોટી જીત થઈ છે. ઈટાલિયને ૭૫,૯૪૨ મત, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને ૫૮,૩૮૮ મત અને કોંગ્રેસના નિતિન રણપરિયાને ૫૫૦૧ મત મળ્યા છે. આ બેઠક પરના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૨૩થી વિસાવદર બેઠક ખાલી પડી હતી.
પેટા-ચૂંટણીમાં બંને બેઠક જાળવી રાખ્યા બાદ અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કર્યું અને રાષ્ટ્રીય રાજકારણમાં ઉભરવાની વાત કહી છે. અનુરાગ ઢાંઢાને એક્સ પર લખ્યું છે કે, ‘મોદીના ગઢ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને પેટા-ચૂંટણીમાં પછળાતા જોઈ કેજરીવાલે રાષ્ટ્રીય રાજકારણમાં જબરદસ્ત વાપસી કરી છે.’