આગરા પોલીસ કમિશ્નર દ્વારા પોલીસના વલણને બદલવાનુ અભિયાન હાથ ધરાયુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોલીસ સ્ટેશનમાં જતાં સામાન્ય લોકોના પગ ડગમગવા લાગે છે. વાત કરતા પણ ડર લાગે છે. પણ હવે પોલીસ કે જેનો મિજાજ કડક અને સહજ નથી, તેમને સુધારવાનું અભિયાન શરૂ થયું છે. આગરા પોલીસ કમિશ્નર જે રવિન્દ્ર ગૌડે શિષ્ટાચાર સંવાદ નીતિની શરૂઆત કરી છે.
આગરા પોલીસ હવે તુમ અથવા તૂના લહેકામાં નહીં પણ આપ કહીને લોકોને સંબોધન કરશે. સાથે જ ફોન આવતા સૌથી પહેલા નમસ્તે કહીને વાત કરશે. નવા વર્ષ પર નવા ક્લેવર સાથે આગરા પોલીસ દેખાઈ રહી છે.
હવે આગરા પોલીસ કમિશ્નરેટમાં પોલીસના વલણને બદલવા માટે પોલીસ કમિશ્નર જે રવિન્દ્ર ગૌડે અભિયાન શરૂ કર્યું છે અને તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા છે. કહ્યું કે, જો કોઈ પણ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવે તો સૌથી પહેલા ઊભા થઈને તેમનું સ્વાગત કરે, બાદમાં ચા-નાસ્તો કરાવાની સાથે જ તેમને ફરિયાદ સાંભળો.
પહેલા જે પોલીસ તૂ, તાડુકીને વાત કરતી હતી, તે હવે આપ, શ્રીમાન જેવા સંબોધન કરીને વાત કરશે. તેની દેખરેખ માટે આગરાના તમામ પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી તમામ પર નજર રાખી શકાશે. સાથે જ જો કોઈ થાણેદાર પોતાના વલણમાં બદલાવ નહીં લાવે તો તેમના પર કાર્યવાહી થશે.
DCP સોનમ કુમારે જણાવ્યું કે, પોલીસ કમિશ્નર જે.રવિંદર ગૌડના આદેશ પર શિષ્ટાચાર સંવાદ નીતિની શરુઆત કરી છે. પોલીસ સ્ટેશનમાં અપરાધી નહીં પણ ફરિયાદી આવે છે. ફરિયાદી સાથે જો પોલીસ ખોટો વ્યવહાર કરે છે, તો તેમને છોડવામાં આવશે નહીં. પોલીસનું કાર્યાલય હોય કે ચોકી, તમામ જગ્યા પર ફરિયાદીને ઈજ્જત આપવામાં આવે. DCP એ જણાવ્યું કે, કમિશ્નરેટ હોવા છતાં સૌથી પહેલા પોલીસ સ્ટેશનને હાઈટેક કરી. પોલીસકર્મીઓને બેસવાની જગ્યા વ્યવસ્થિત કરી. તેમની પાસે સારુ ફર્નીચર છે. પોલીસ સ્ટેશનની બિલ્ડીંગ શાનદાર થઈ ગઈ. હવે સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે આચરણમાં પણ બદલાવ આવવો જોઈએ. તેના માટે નવા વર્ષથી શિષ્ટાચાર સંવાદ નીતિની શરુઆત કરી છે.
ફરિયાદી સાથે સંવાદ સારો થવો જોઈએ. જો પોલીસ અધિકારી ખોટો લહેકામાં વાત કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે. પોલીસ કમિશ્નરેટે પોલીસનું આચરણ સુધારવા માટે ૨૧ પોઈન્ટની શિષ્ટાચાર સંવાદ નીતિની શરુઆત કરી છે, જેમાં પોલીસ કર્મીના વર્તનને સારા બનાવવા માટે નિયમો છે.