Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટમાં બિહાર ચૂંટણી પંચની દલીલ
મતદારયાદીમાં નામ ન હોય તો નાગરિકતા પૂર્ણ ન થાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં ભારતીય ચૂંટણી પંચના આદેશને લઈને વોટર લિસ્ટ રિવિઝનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વળી, બીજી બાજુ વિપક્ષ આ પ્રક્રિયા દ્વારા મતદારોને મતદાનથી વંચિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીમાં ચેડાં કરવાના આરોપોને નકારી દીધા છે. બિહારમાં SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે, ‘અમે મતદાર યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવા પોતાની બંધારણીય જવાબદારી નિભાવી રહ્યા છે, જેનાથી મતદારોને કોઈ તકલીફ નથી.
વળી, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને રાશન કાર્ડ બિહારમાં મતદાર યાદી રિવિઝન માટે માન્ય દસ્તાવેજો નથી. કારણ કે આ દસ્તાવેજો પર ભરોસો કરી શકાય નહીં.ચૂંટણી પંચે કહ્યું કે, આધાર કાર્ડ ફક્ત એક ઓળખ પ્રમાણ છે. દેશમાં મોટી સંખ્યામાં નકલી રાશન કાર્ડ છે. જેથી હાજર મતદાર કાર્ડ પર ર્નિભર રહેવાથી વિશેષ અભિયાન નિરર્થક બની જશે. જોકે, ચૂંટણી પંચે એ વાત પર ભાર મૂકતા કહ્યું કે, મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે કોઈ વ્યક્તિની નાગરિકતા સમાપ્ત નહીં થાય.
રાશન કાર્ડનો ૧૧ દસ્તાવેજની યાદીમાં સમાવેશ નહીં
મોડી સાંજે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક વિસ્તૃત સોગંદનામામાં ચૂંટણી પંચે કહ્યું કે, ‘આ પ્રક્રિયામાં કોઈપણ કાયદો અને મતદાતાઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નથી થયું. SIR પ્રક્રિયા હેઠળ, કોઈ વ્યક્તિની નાગરિકતા એ આધાર પર સમાપ્ત કરવામાં નહીં આવે કે તેને મતદાર યાદીમાં નોંધણી માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો છે. નકલી રાશન કાર્ડની વ્યાપક હાજરીને ધ્યાનમાં રાખીને યોગ્યતાની ચકાસણી માટે ૧૧ દસ્તાવેજોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.