Last Updated on by Sampurna Samachar
સોનમની ઓફિસના સ્ટાફની એક યુવતીની પોલીસે પૂછપરછ કરી
સોનમ અને રાજે સાથે મળીને સમગ્ર કાવતરું ઘડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજા રઘુવંશી હત્યા કેસ મામલે એક મોટી અપટેડ સામે આવી છે. સમગ્ર કેસ મામલે તપાસ કરી રહેલી પોલીસને વધુ એક યુવતીની જાણકારી મળી છે. આ મામલે પોલીસ હવે નવી એન્ટ્રી થયેલી યુવતીની પૂછપરછ કરી રહી છે. જ્યારે રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ કહ્યું કે, સોનમની ઓફિસના સ્ટાફની એક યુવતી સોનમના સંપર્ક હતી અને સતત તેની સાથે વાતચીત કરતી હતી.
રાજા રઘુવંશીના ભાઇ વિપિન રઘુવંશીએ જણાવ્યું હતું કે, પ્રાચી જૈન નામની છોકરી સોનમની ઓફિસમાં હતી અને તે સોનમ સાથે વાત કરતી હતી. હવે પોલીસ આ યુવતીની પૂછપરછ કરી રહી છે કે, શું તે સોનમથી નજીક હતી અને શું તેને સમગ્ર ઘટનાને લઈને કોઈ જાણકારી હતી કે નહીં?
સોનમ રાજા સાથે વાત ન કરવાના બહાના શોધતી હતી
તમને જણાવી દઈએ કે, આ પહેલા સંજય વર્મા નામના એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. જ્યારે તપાસમાં સામે આવ્યું હતું કે, સંજય વર્મા બીજું કોઈ નહીં, પરંતુ સોનમનો જ પ્રેમ રાજ કુશવાહ હતો. જેમાં સોનમ અને રાજે સાથે મળીને સમગ્ર કાવતરું ઘડ્યું હતું. જેથી બંનેની વાતચીતથી કોઈને શક ન થાય. સોનમ અને રાજાના લગ્ન નક્કી થયા બાદ સોનમ રાજા સાથે વાત ન કરવાના બહાના શોધતી હતી અને વાતચીત પણ કરવાથી બચતી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ઇન્દોરના રહેવાસી વેપારી રાજા રઘુવંશી અને સોનમના લગ્ન ૧૧ મે ૨૦૨૫ના રોજ થયા હતા. ત્યારબાદ તેઓ હનીમૂન પર મેઘાલયના સોહરા વિસ્તારમાં ગયા હતા. ૨૩ મેના રોજ તે બંને લાપતા થઈ ગયા અને ૨ જૂનના રોજ રાજાનો મૃતદેહ ચેરાપૂંજી નજીક એક ઊંડી ખીણમાંથી મળી આવ્યો. તપાસમાં સામે આવ્યું કે, સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહ અને ત્રણ કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીની સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.