Last Updated on by Sampurna Samachar
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લાખો લૂંટ્યા
પૈસાની માંગણી પૂરી ન કરતા આધેડને માર માર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના સાયન્સ સીટીમાં વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય વ્યક્તિને બોડકદેવમાં આવેલા એક સ્પામાં જઇને મસાજ કરાવવાનું ભારે પડયું હતું. જેમાં મસાજ કરનાર યુવતીએ આધેડનો મોબાઇલ લીધા બાદ તેને બ્લેકમેઇલ કરીને અલગ અલગ સમયે ૧૦ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને મોબાઇલ ફોન તેમજ તેના ભાઇના લગ્ન માટે દાગીનાની ખરીદી કરી હતી.

ત્યારબાદ યુવતી તેના પતિ અન્ય સ્પાના સંચાલક સાથે આવીને આધેડની શોપ પર આવીને ૨૦ લાખની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા મહિલાએ તેના પતિ અને અન્ય સાગરિત સાથે મળીને માર મારીને ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
તમામ પુરાવા સાથે વસ્ત્રાપુર પોલીસમાં દાદ માંગી
યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને ૨૦ લાખ પડાવ્યા શહેરના સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ૫૧ વર્ષીય આશરે દોઢ વર્ષ પહેલા બોડકદેવમાં ઝાયડસ હોસ્પિટલ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલા સ્પા ઝોનમાં મસાજ માટે ગયા હતા. જ્યાં ચાંદની રાજપુત નામની યુવતીએ તેમને મસાજ કર્યુ હતુ અને કહ્યું હતું કે હવે જ્યારે પણ આવો ત્યારે પૈસા સીધા મને આપજો કેસ કાઉન્ટર પર આપતા નહી. પરંતુ, ત્યારબાદ ર્કિતને સ્પામાં જવાનું બંધ કર્યું હતું.
થોડા દિવસ પછી ચાંદનીએ તેમને વાંરવાંર ફોન કરીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતુ અને ખોટા કેસમાં ફસાવવાનુ કહીને નાણાં માંગવાનુ શરૂ કર્યું હતું. જેથી ડરીને ર્કિતને ચાંદનીને છુટક છુટક કુલ ૧૦.૯૧ લાખ જેટલી રકમ આપી હતી. જે રકમ ચાંદનીના શક્તિ મોઢ, ભાઇ અવિનાશ મોઢ અને તેના પતિ મોહિત જૈનના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
ત્યારબાદ ૬૬ હજારનો મોબાઇલ ફોન ઇએમઆઇ પર લેવડાવ્યો હતો. જેના હપતા ર્કિતન હજુ સુધી ભરે છે. ત્યારબાદ ર્કિતનભાઇએ ચાંદનીને હવે બ્લેકમેઇલ ન કરવા અને નાણાં ન પડાવવા માટે કહ્યું હતુ. યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને ૨૦ લાખ પડાવ્યા તેમ છતાંય, ચાંદની અને તેનો પતિ ર્કિતનના ઘરે આવ્યા હતા અને ચાંદનીએ કહ્યું હતું કે તેના ભાઇના લગ્ન હોવાથી દાગીના ખરીદવાના છે.
જે આપવાની ના પાડતા ફરી બદનામ કરવાની ધમકી આપતા ર્કિતનભાઇએ ડરીને ગત ૨૫મી ઓક્ટોબરના રોજ વટવામાં આવેલા એક જ્વેલર્સ પોસેથી ૧.૮૬ લાખના દાગીના લઇને ચાંદનીને આપ્યા હતા. આ ઉપરાંત, છ લાખ રૂપિયા પણ ખર્ચ પેટે લઇ ગયા હતા. આ વ્યવહાર બાદ ર્કિતનભાઇએ ચાદની અને તેના મળતિયાઓને આજ પછી કોઇ સંબધ ન રાખવા માટે કહ્યું હતુ.
પરંતુ, ગત ૨૭મી નવેમ્બરના રોજ સાંજના સમયે ર્કિતનભાઇ તેમની શોપ પર હતા ત્યારે ચાંદનીએ ફોન કરીને ૨૦ લાખની માંગણી કરી હતી. પંરતુ, ર્કિતનભાઇએ નાણાં આપવાની ના કહી હતી. જાે કે ચાંદની તેના પતિ અને બોડકદેવમાં આવેલા બ્લુ સ્પાના સંચાલક ભાવીક સંઘવી સાથે આવી હતી અને મારમારી કરી હતી.
આ સમયે ર્કિતનભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ આવી હતી. પરતુ, ચાંદની અને ભાવીક સંઘવીએ તે પહેલા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા ર્કિતનભાઇ પોલીસ કેસ કર્યો નહોતો. પરંતુ, ત્યારબાદ ર્કિતનભાઇને ડર હતો કે ચાંદની ફરીથી તેને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવશે. જેથી છેવટે તેમણે આ મામલે તમામ પુરાવા સાથે વસ્ત્રાપુર પોલીસમાં દાદ માંગી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.