Last Updated on by Sampurna Samachar
યુવકને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
ચાઈનીઝ દોરીનાં ગેરકાયદેસર વેચાણ પર પોલીસની નજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચાઈનીઝ દોરીનાં કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે.દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાતા યુવકને હાથ અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે દર્શાવે છે કે ચાઈનીઝ દોરી કેટલી હાનિકારક હોય શકે છે.

ઉલ્લેખનીય છે કે ગરબાડા બ્રિજ ચોકડી નજીક બનેલી ઘટનામાં યુવકને ૫૦ થી વધુ ટાંકા આવ્યા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાઈક પર જતા વખતે ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવતા યુવક થયો ઈજાગ્રસ્ત.
ચાઈનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાંય ખાનગીમાં ધુમ વેચાણ
છેલ્લા કેટલાય સમયથી રાજયભરમાં ચાઈનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાંય ખાનગીમાં ધુમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરાનગર હવેલી ખાતે ચાઈનીઝ દોરી બનાવતી આખી ફેકટરી ઝડપી લીધી છે અહીથી અંદાજીત દોઢ કરોડની ચાઈનીઝ દોરી ઉપરાંત મશીનરી,મોબાઈલ,વાહનો સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઉપરાંત સાણંદ,બાવળા,કોઠ અને આણંદમાંથી અલગ અલગ જગ્યાએ રેડ કરીને લાખો રુપિયાની ચાઈનીઝ દોરી પકડી પાડી છે.
ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ SOG દ્વારા સાણંદના રણમલગઢ ગામના ફાર્મહાઉસમાંથી ૭.૪૮ લાખની ચાઈનીઝ દોરી જપ્ત કરીને ૪ આરોપીની ધરપકડ કરી છે. બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણેશ કોટન પ્રેસિંગ ફેક્ટરીમાંથી ૧૨.૯૧ લાખની ૩૮૬૪ ફીરકી સાથે એક આરોપીને ઝડપી લીધો છે.
કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના વટામણ ચોકડી નજીકથી આઈશર વાહનમાં ૯.૬૦ લાખની ચાઈનીઝ દોરી, વાહન,મોબાઈલ સહિત કુલ ૧૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ૨ આરોપીની અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૨ લાખની ૬૭૨ નંગ ફીરકી સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે