Last Updated on by Sampurna Samachar
દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ તરફ જતા પુલ નીચે રેલવે ટ્રેક પર આ બનાવ બન્યો હતો
ઈજા થવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન પર દુ:ખદ અકસ્માતની ઘટના સામે આવી છે. અને ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાનનું માલગાડી હેઠળ કચડાઈ જતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

ગઈકાલે તા. ૩૦ ના રોજ વહેલી સવારે દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ તરફ જતા પુલ નીચે રેલવે ટ્રેક પર આ બનાવ બન્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ મરણજનાર પ્રવિણભાઈભવાનભાઈ મેથાણીયા (ઉ.વ.૨૬), રહે. મહાદર્શન ગૌશાળા ફેઝ–૩, ઉદ્યોગનગર, જામનગર, રેલવે ટ્રેક પરથીપસાર થતી વખતે અચાનક આવતી માલગાડીની અડફેટે આવી ગયા હતા.
આ અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, તથા જમણા હાથના ભાગે ગંભીર ઈજાઓથતાં ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ સુરેશભાઈ ભવાનભાઈમેથાણીયા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજાે સંભાળી વધુતપાસ હાથ ધરી છે.