એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જઇ મોતને ઘાટ ઉતારી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નાગપુરમાં પાડોશીએ જ યુવતીની હત્યા કરી દીધી

હત્યા કરી મૃતદેહને આત્મહત્યામાં પચાવવા કર્યો પ્રયાસ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નાગપુરમાં એક તરફ પ્રેમમાં ભાન ભૂલેલા યુવકે યુવતીના ઘરે જઇ હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત કરીએ તો ૨૩ વર્ષની યુવતી પ્રાચી ખાપેકરની તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસની ગુથ્થી પોલીસે સફળતાપૂર્વક સુલઝાવી દીધી છે. ૨૩ વર્ષીય પ્રાચીએ આપઘાત કર્યો નહોતો, તેની એક તરફી પ્રેમમાં પાગલ પાડોશીએ હત્યા કરી નાખી હતી. તેણે પ્રાચીના ઘરમાં ઘુસીને ગળુ દબાવીને તેની હત્યા કરી, પછી તેના મૃતદેહને પંખા સાથે લટકાવીને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નાગપુરના ગોધની વિસ્તારમાં કલેક્ટર કોલોનીમાં રહેતી પ્રાચી હેમરાજ ખાપેકર બી.એ.ની વિદ્યાર્થિની હતી. તે શેર ટ્રેડિંગની ટ્રેનિંગ પણ લઈ રહી હતી. જ્યાં ૨૧ જાન્યુઆરીએ તેનો મૃતદેહ ઘરના બેડરૂમમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. પહેલાં બધાને લાગ્યું કે આ આત્મહત્યા છે. પરિવારના સભ્યો પણ આઘાતમાં હતા.

પોલીસે હત્યારાને ઝડપી જેલમાં ધકેલ્યો

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં પોલીસે આકસ્મિક મૃત્યુ તરીકે કેસ નોંધ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં જ સમજાયું કે આ આત્મહત્યા નહીં, પણ ર્નિદયી હત્યા છે. પ્રાચીના માથામાં ગંભીર ઈજા હતી. ગળા પર નિશાન અને શરીર પર અન્ય નિશાન પણ મળ્યા હતા. એટલે સ્પષ્ટ થયું કે કોઈએ તેનું ગળું દબાવ્યું, માથું દિવાલ કે ફ્લોર પર પટક્યું અને પછી તેના મૃતદેહને લટકાવી દીધો, જેથી આત્મહત્યા જેવું લાગે.

પોલીસની તપાસમાં ખુલાસો થયો કે પ્રાચીની હત્યા તેના પડોશીએ કરી હતી. ૩૮ વર્ષીય શેખર અજાબરાવ ઢોર નામના વ્યક્તિએ પ્રાચીની હત્યા કરી હતી. તે પ્રાચીને પ્રેમ કરતો હતો. તેણે પ્રાચીને પ્રપોઝ કર્યું હતું, પણ પ્રાચીએ તેને ના પાડી દીધી હતી. તેથી તેણે આવું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું.

જ્યારે પ્રાચીના માતા-પિતા અને ભાઈ કામે ગયા હતા અને તે ઘરમાં એકલી હતી, ત્યારે શેખર તેના ઘરમાં ઘૂસી ગયો હતો. ગુસ્સામાં આવીને તેણે પહેલાં પ્રાચીનું ગળું દબાવ્યું હતું, પછી તેનું માથું જોરથી દિવાલ કે જમીન પર પટક્યું હતું. હત્યા પછી તેણે મૃતદેહને લટકાવી દીધો હતો, જેથી લોકોને આત્મહત્યા લાગે.

પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તપાસમાં શેખર પર શંકા ગઈ હતી અને પુરાવાઓ મળતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. હાલ પોલીસે તેને જેલના સળીયાની પાછળ ધકેલી દીધો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.