Last Updated on by Sampurna Samachar
ઈરાને પોતાનું એરસ્પેસ પણ બંધ કરી દીધું
વિશ્વભરના લોકો માટે વિમાની મુસાફરીમાં મુશ્કેલીઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાનમાં બગડતી પરિસ્થિતિને કારણે અમેરિકા સાથેનો તણાવ સતત વધી રહ્યો છે. આ કારણે મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા વર્તાઇ રહી છે. અમેરિકાએ પણ પોતાના એરક્રાફ્ટ કેરિયરને મધ્ય પૂર્વ તરફ રવાના કરી દીધું છે.

બીજી તરફ, ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દેતા વિશ્વભરના લોકો માટે વિમાની મુસાફરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઈરાનમાં ઘેરાયેલા આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઈરાને પોતાનું એરસ્પેસ પણ બંધ કરી દીધું છે.
ઈરાનમાં સ્થિતિ વધુ સંવેદનશીલ
આ દરમિયાન, અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર ‘અબ્રાહમ લિંકન‘ મધ્ય પૂર્વ તરફ રવાના થઈ ગયું છે, જેના કારણે આ વિસ્તારમાં યુદ્ધના વાદળો છવાયા છે. અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ દક્ષિણ ચીન સાગરના માર્ગે મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે ઈરાનમાં સ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે.