Last Updated on by Sampurna Samachar
US માં ૧૦૦ની સ્પીડે રેન્જ રોવર દોડાવી અકસ્માત સર્જ્યો
પોલીસે આ મામલે ભારતીય મૂળના આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ઓહાયોમાં એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે, જેણે દરેકને હચમચાવી દીધા છે. ફુલ સ્પીડઅને કાયદાથી બચવાના પ્રયાસમાં એક વ્યક્તિની બેદરકારીને કારણે ૧૭ વર્ષની સગર્ભા યુવતી અને તેના અજન્મેલા બાળકનો જીવ ગયો છે. પોલીસે આ મામલે ભારતીય મૂળના આરોપીની ધરપકડ કરી છે અને તેનીસામે અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આઅકસ્માતમાં આરોપીને કંઈ થયું નથી અને તેને માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ છે.

જાણવા મળતી માહિતી મુજબ, ભારતીય મૂળનો તરસેમ સિંહ કોઈક કારણોસર પોલીસથી બચવા માટે ભાગીરહ્યો હતો. તેની રેન્જ રોવરની સ્પીડ લગભગ ૧૦૦ માઈલ પ્રતિ કલાક હતી. આ દરમિયાન કારનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં તેની સાથે બેઠેલી ૧૭ વર્ષની સગર્ભા યુવતી એશ્લી હોમ્સ અને તેના અજન્મેલા બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પરિવારોને આજીવનનું દુ:ખ આપી દીધું
એવું જાણવા મળી રહ્યું છે કે, ટક્કર એટલી જો રદાર હતી કે બંને ગાડીની બહાર ફેંકાઈ ગયા હતા. નવાઈનીવાત તો એ છે કે, આરોપી તરસેમ સિંહને આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ જ થઈ છે. જો કે કારમાં બાજુની સીટમાં બેઠેલી યુવતી કોણ હતી એ જાણવા મળ્યું નથી.
પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને તેની સામે અનેક ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ૨૩ માર્ચના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ગેરઈરાદાપૂર્વક હત્યાના ૨કેસ, બેદરકારીથી મોતના ૨ કેસ, જોખમી રીતે વાહન ચલાવી હત્યા કરવાના ૨ કેસ, વાહનથી અકસ્માત કરવાનો આરોપ અને પોલીસના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ વગેરે જેવા આ ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાયો છે. કોર્ટે તેની જામીન રકમ ૧૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૮ કરોડ રૂપિયા નક્કી કરી છે.
આ ઉપરાંત, સત્તાધિકારીઓએ તેની સામે ઇમિગ્રેશન ડિટેનર પણ લગાવ્યું છે, જેથી સજા પૂરી થયા બાદ તેનેદેશમાંથી ડિપોર્ટ કરી શકાય અને તે ફરી ક્યારેય પાછો ન આવી શકે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ફુલસ્પીડ અને કાયદાની અવગણના કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. એક નાની ભૂલે બે જિંદગીઓ ખતમ કરી દીધી અને પરિવારોને આજીવનનું દુ:ખ આપી દીધું.