Last Updated on by Sampurna Samachar
બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં
એરક્રાફટને થયુ નુકસાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લામાં ફરીવાર એક એરક્રાફ્ટ અકસ્માતની ઘટના સામે આવી છે. જિલ્લામાં આવેલા ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન વરસાદી માહોલમાં લેન્ડિંગ દરમિયાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પાઇલોટ જે ટ્રેનિંગ સ્ટુડન્ટ હતો, તેનો આબાદ બચાવ થયો છે.
માહિતી અનુસાર, અમરેલી એરપોર્ટ પર ભારે વરસાદ અને પવનના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પ્લેન લેન્ડિંગ માટે એરપોર્ટની રનવે પર આવી રહ્યું હતું ત્યારે પાઇલોટે વિમાન પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો. પરિણામે પ્લેન સીધું રનવે પરથી બહાર જતું રહ્યું અને એરપોર્ટની બહાર આવેલા ખુલ્લા મેદાનમાં ઘુસી ગયું. સદભાગ્યે જાનહાનિ થઈ નથી, પરંતુ એરક્રાફ્ટને નુકસાન થયું છે.
ફ્લાઇટ્સ માટે સલામતીના પગલાં વધુ કડક બનાવાયાં
આ ઘટના બાદ એરપોર્ટની ટેક્નિકલ ટીમ, ટ્રેનિંગ સેન્ટરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં પાયલટનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે એરપોર્ટની ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં એરક્રાફ્ટને નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
એક વર્ષ પહેલા અમરેલી જિલ્લાના ગીરીયા વિસ્તારમાં ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ તાજેતરની ઘટના એ સમયે ફરીવાર ચર્ચામાં આવી છે. સ્થાનિક લોકોએ પાઇલોટને સુરક્ષિત જોઈ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ માટે સલામતીના પગલાં વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે.