Last Updated on by Sampurna Samachar
BCCIએ ટીમ ઈન્ડિયાની ઘરેલુ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું
આ સિઝન ૨૭ સપ્ટેમ્બરના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી સાથે શરૂ થશે : ત્રણ ODI અને પાંચ T૨૦ મેચ રમાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
BCCIએ ટીમ ઈન્ડિયાની ઘરેલુ સિઝન (૨૦૨૫-૨૬) માટે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સિઝન અત્યંત વ્યસ્ત અને રોમાંચક રહેવાની છે, કારણ કે ભારત ચાર મજબૂત ટીમો સામે ટકરાવાનું છે, આ ટીમોમાં વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ સમગ્ર સિઝન દરમિયાન ૧૭ અલગ અલગ શહેરોમાં કુલ ૨૨ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

આ સિઝન ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી સાથે શરૂ થશે. આ પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રણ ODI અને પાંચ T૨૦ મેચ રમશે. ઓડી મેચો તિરુવનંતપુરમ, ગુવાહાટી અને નવા ચંદીગઢમાં યોજાશે, જ્યારે T૨૦ મેચો લખનૌ, રાંચી, ઈન્દોર, હૈદરાબાદ અને બેંગલુરુમાં રમાશે.
મેચો કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં યોજાશે
આ પછી ડિસેમ્બર ૨૦૨૬માં શ્રીલંકાની ટીમ ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં ત્રણ ODI અને ત્રણ T૨૦ મેચો રમાશે.ODI મેચો દિલ્હી, બેંગલુરુ અને અમદાવાદમાં રમાશે, જ્યારે. T૨૦ મેચો રાજકોટ, કટક અને પુણેમાં રમાશે.જાન્યુઆરી ૨૦૨૭માં ઝિમ્બાબ્વે ટીમ ત્રણ મેચની ODI શ્રેણી રમવા માટે ભારતની મુલાકાત લેશે. આ મેચો કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં યોજાશે.
સિઝનની સૌથી મોટી હાઇલાઇટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (૨૦૨૭) હશે, જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. પાંચ મેચની આ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ નાગપુરમાં શરૂ થવાની છે, ત્યારબાદ ચેન્નાઈ, ગુવાહાટી, રાંચી અને અમદાવાદમાં મેચો રમાશે.
વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ
૨૭ સપ્ટેમ્બર – પહેલી ODI, તિરુવનંતપુરમ, બપોરે ૨:૦૦ વાગ્યે
૩૦ સપ્ટેમ્બર – બીજી ODI, ગુવાહાટી, બપોરે ૨:૦૦ વાગ્યે
૦૩ ઓક્ટોબર – ત્રીજી ODI, ન્યૂ ચંદીગઢ, બપોરે ૨:૦૦ વાગ્યે
૬ ઓક્ટોબર – પહેલી T૨૦, લખનૌ, સાંજે ૭:૦૦ વાગ્યે
૯ ઓક્ટોબર – બીજી T૨૦, રાંચી, સાંજે ૭:૦૦ વાગ્યે
૧૧ ઓક્ટોબર – ત્રીજી T૨૦, ઇન્દોર, સાંજે ૭:૦૦ વાગ્યે
૧૪ ઓક્ટોબર – ચોથી T૨૦, હૈદરાબાદ, સાંજે ૭:૦૦ વાગ્યે
૧૪ ઓક્ટોબર – પાંચમી T૨૦, બેંગલુરુ, સાંજે ૭:૦૦ વાગ્યે
શ્રીલંકાનો ભારત પ્રવાસ
૧૩ ડિસેમ્બર – પહેલી ODI, દિલ્હી, બપોરે ૨:૦૦ વાગ્યે
૧૬ ડિસેમ્બર – બીજી ODI, બેંગલુરુ, બપોરે ૨:૦૦ વાગ્યે
૧૯ ડિસેમ્બર – ત્રીજી ODI, અમદાવાદ, બપોરે ૨:૦૦ વાગ્યે
૨૨ ડિસેમ્બર – પહેલી T૨૦, રાજકોટ, સાજે ૭:૦૦ વાગ્યે
૨૪ ડિસેમ્બર – બીજી T૨૦, કટક, સાંજે ૭:૦૦ વાગ્યે
૨૭ ડિસેમ્બર – ત્રીજી T૨૦, પુણે, સાંજે ૭:૦૦ વાગ્યે
ઝિમ્બાબ્વેનો ભારત પ્રવાસ
૩ જાન્યુઆરી – પહેલી ODI, કોલકાતા, બપોરે ૨:૦૦ વાગ્યે
૬ જાન્યુઆરી – બીજી ODI, હૈદરાબાદ, બપોરે ૨:૦૦ વાગ્યે
૯ જાન્યુઆરી – ત્રીજી ODI, મુંબઈ, બપોરે ૨:૦૦ વાગ્યે
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ
૨૧ જાન્યુઆરીથી પહેલી ટેસ્ટ, નાગપુર, સવારે ૯:૩૦
૨૩ જાન્યુઆરીથી બીજી ટેસ્ટ, ચેન્નાઈ, સવારે ૯:૩૦
૧૧ ફેબ્રુઆરી – ત્રીજી ટેસ્ટ, ગુવાહાટી, સવારે ૯:૩૦
૧૯ ફેબ્રુઆરીથી ચોથી ટેસ્ટ, રાંચી, સવારે ૯:૩૦
૨૭ ફેબ્રુઆરીથી પાંચમી ટેસ્ટ, અમદાવાદ, સવારે ૯:૩૦
ટીમ ભારતની ઘરઆંગણેની સિઝન દરેક ફોર્મેટમાં ક્રિકેટનું સંપૂર્ણ પેકેજ છે. વ્હાઇટ-બોલ શ્રેણીથી લઈને હાઇ-વોલ્ટેજ ટેસ્ટ સુધી ક્રિકેટ ચાહકોને મજા પડવાની છે. ખાસ કરીને ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી આ સમગ્ર શેડ્યૂલની સૌથી મોટી હાઇલાઇટ બનવાની છે.