Last Updated on by Sampurna Samachar
રાજ્યની સુરક્ષા, ન્યાયતંત્ર ક્ષેત્રે અનેક ર્નિણયો લેવાયા
પોલીસ કર્મચારીઓ માટે બજેટમાં મોટી જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના પોલીસ પરિવારોને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે માટે સરકારે મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦,૪૪૪ રહેણાક મકાનો બનાવવામાં આવશે. આ આવાસ યોજના માટે ચાલુ બજેટમાં રૂ.૧,૫૭૧ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા કચેરીઓ અને પોલીસ સ્ટેશન સહિતના ૧૦૭ નવા બિન-રહેણાક મકાનો માટે રૂ.૧૩૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.

ગૃહ વિભાગ માટે કુલ રૂ.૧૪,૨૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવા નીચે મુજબના પગલાં લેવાશે. ‘DIAL ૧૧૨‘ સેવાને વધુ વ્યાપક બનાવવા માટે ૩,૦૦૦ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આજના સમયમાં વધતા ડ્રોન થ્રેટને પહોંચી વળવા માટે ૪ એન્ટી-ડ્રોન સિસ્ટમની ખરીદી માટે રૂ.૨૦ કરોડ ફાળવાયા છે. સરહદી જિલ્લાઓમાં પેટ્રોલીંગ મજબૂત કરવા ૫૦ Special Operational Vehicles ખરીદવા રૂ.૯ કરોડની જોગવાઈ છે.
ન્યાયતંત્ર: ટેકનોલોજી અને માળખાગત સુવિધા
કાયદા વિભાગ માટે કુલ રૂ.૨,૭૦૨ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેથી સામાન્ય નાગરિકને ઝડપી ન્યાય મળી રહે. નવી અદાલતોના બાંધકામ અને મરામત માટે રૂ.૩૨૪ કરોડ. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણ માટે રૂ.૨૨૫ કરોડ. ઇ-કોર્ટ મિશન હેઠળ અદાલતોના કમ્પ્યુટરાઇઝેશન માટે રૂ.૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે મોટી જાહેરાતો
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ.૪૫૨ કરોડ ફાળવીને મીડિયા અને ફિલ્મોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો છે. ગુજરાતી ચલચિત્રોને સહાય પૂરી પાડવા રૂ.૨૩ કરોડની જોગવાઈ. અંતરિયાળ વિસ્તારના સમાચારો ઝડપથી પહોંચાડવા પત્રકારોને પ્રાયોગિક ધોરણે મોબાઈલ જર્નાલિઝમ કીટ આપવામાં આવશે. રાજ્યના ઐતિહાસિક અખબારો અને પુસ્તકોને ડિજિટાઈઝ કરવામાં આવશે જેથી ભાવિ પેઢી તેનો લાભ લઈ શકે.
* પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦ હજાર ૪૪૪ રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં રૂ.૧૫૭૧ કરોડની જોગવાઇ.
* રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-૧૦૭ મકાનો બનાવવા રૂ.૧૩૬ કરોડની જોગવાઇ. • ‘DIAL ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી ૩ હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
- Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone System ની ખરીદી માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ.
* આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા ૫૦ Special Operational Vehicle ખરીદવા રૂ.૯ કરોડની જોગવાઇ.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ.૪૫૨ કરોડની જોગવાઇ
* ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા રૂ.૨૩ કરોડની જોગવાઇ.
* રાજ્યના રાજકીય-સામાજિક ઈતિહાસને દર્શાવતા અખબારો અને પુસ્તકોના ડિજિટાઈઝેશન માટે જાેગવાઇ.
* અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય મથકોએ ઝડપથી સમાચાર મોકલી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે મોબાઇલ જર્નાલિઝમ કીટ પૂરી પાડવામાં આવશે.
કાયદા વિભાગ માટે કુલ રૂ.૨૭૦૨ કરોડની જોગવાઇ
દરેક વ્યકિતને સરળતાથી સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા અમારી સરકાર કાર્યરત છે.
* વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે રૂ.૩૨૪ કરોડની જોગવાઇ.
* ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાકના મકાનો માટે રૂ.૨૨૫ કરોડની જોગવાઇ.
* હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે રૂ.૨૨ કરોડની જોગવાઇ.