Last Updated on by Sampurna Samachar
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ
ઓલ ઈન્ડિયા ૧૪૭૫મો રેન્ક હાંસલ કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના રહેવાસી ૧૯ વર્ષીય અનુરાગ અનિલ બોરકારે NEET UG ૨૦૨૫માં ૯૯.૯૯ પર્સન્ટાઈલ મેળવીને ઓબીસી કેટેગરીમાં ઓલ ઈન્ડિયા ૧૪૭૫મો રેન્ક હાંસલ કર્યો હતો. આ સફળતા પછી તે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એમબીબીએસ કરવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, ગોરખપુર જતા પહેલા તેણે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

મળતી વિગતો પ્રમાણે, વિદ્યાર્થીની ઓળખ અનુરાગ અનિલ બોરકર તરીકે થઈ છે. તેને ઉત્તર પ્રદેશના ગોરખપુરની એક કોલેજમાં એડમિશન લેવાનું હતું. જોકે, આ પૂર્વે ઘરેથી નીકળતા પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી.
તે ડૉક્ટર બનવા માંગતો ન હતો
અનુરાગે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, તે ડૉક્ટર બનવા નહોતો માંગતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અનુરાગે ૨૦૨૫ ની NEET UG પરીક્ષામાં ૯૯.૯૯ ટકા મેળવ્યા હતા. અનુરાગે નીટમાં ઓલ ઇન્ડિયા રેન્ક ૧૪૭૫ મેળવ્યો હતો.
મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોરખપુર જવાના એક દિવસ પહેલા અનુરાગે પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. અનુરાગ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જોકે અધિકારીઓએ તે વિગતો મીડિયા સમક્ષ રજૂ નથી કરી. પોલીસ સૂત્રોએ ઓફ ધ રેકોર્ડ જણાવ્યું છે કે, અનુરાગે લખ્યું હતું કે, તે ડૉક્ટર બનવા માંગતો ન હતો. પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.