Last Updated on by Sampurna Samachar
ચોરી કરવા આવેલો શખ્સ CCTV માં અશ્લીલ હરકત કરતો થયો કેદ
તસ્કર ગભરાઈ ગયો હતો અને પોતાના કપડાં લીધા વગર જ નગ્ન હાલતમાં સોસાયટીની દીવાલ કૂદીને ભાગી ગયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચોરીના એક અજીબોગરીબ પ્રયાસની ઘટના સામે આવી છે,જેના સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગત મોડી રાત્રે એક તસ્કર ચોરી કરવાના ઇરાદે સોસાયટીમાં પ્રવેશ્યો હતો, પરંતુ ચોરી કરવાને બદલે તેણે નગ્ન થઈને અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જો કે, સ્થાનિક રહીશો જાગી જતાં આ તસ્કર નગ્ન હાલતમાં જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ચાંદખેડા વિસ્તારની એક સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કર ત્રાટક્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જો ઈ શકાયછે કે, તસ્કર પહેલા સોસાયટીમાં આટાફેરા મારે છે અને ત્યારબાદ અચાનક પોતાના કપડાં ઉતારી નગ્ન થઈજાય છે. નગ્ન હાલતમાં જ તે ઘરના દરવાજા પાસે અશ્લીલ હરકતો કરવા લાગે છે. આ દરમિયાન સોસાયટીનાલોકો જાગી જતાં અને અવાજ થતાં તસ્કર ગભરાઈ ગયો હતો અને પોતાના કપડાં લીધા વગર જ નગ્ન હાલતમાં સોસાયટીની દીવાલ કૂદીને ભાગી ગયો હતો.
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
રહેવાસીઓએ તાત્કાલિક ચાંદખેડા પોલીસને જાણ કરી સીસીટીવી ફૂટેજ સોંપ્યા છે. પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ સીસીટીવીના આધારે તસ્કરના રૂટનું ટ્રેકિંગ કરી રહી છે અને તેને ઝડપી પાડવાચક્ર ગતિમાન કર્યા છે.