હરિયાણામાં ૧૦ દીકરીઓ બાદ આપ્યો દિકરાને જન્મ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આધુનિક યુગમાં હજુ પણ દિકરાનો મોહ !!

છેલ્લા ૧૯ વર્ષમાં ૧૦ દીકરીઓનો જન્મ થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

હરિયાણામાંથી આવતા સમાચાર જાણી નક્કી થાય છે કે આજના સમયમાં પણ દિકરાનો મોહ જતો નથી. વાત કરીએ તો ઉચાના શહેરની એક હોસ્પિટલમાં ૩૭ વર્ષીય મહિલાએ ૧૦ દીકરીઓ બાદ દિકરાને જન્મ આપ્યો છે. આ પરિવારમાં દીકરાનો જન્મ થયો, જેનું નામ તેની બહેનોએ ખૂબ જ ઉત્સાહથી દિલખુશ રાખ્યું છે.

સુત્રોથી મળતી માહિતી પ્રમાણે ફતેહાબાદ જિલ્લાના એક ગામના રહેવાસી સંજય કુમાર અને તેની પત્નીના લગ્ન ૨૦૦૭માં થયા હતા. છેલ્લા ૧૯ વર્ષમાં તેમના ઘરે ૧૦ દીકરીઓનો જન્મ થયો છે. જ્યારે તે ૧૧મી વખત ગર્ભવતી થઈ ત્યારે મહિલાને જીંદની ઓજસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

પિતાને દશેય દિકરીઓના નામ પણ નહીં યાદ

હોસ્પિટલના ડૉ. નરવીર શ્યોરાણે જણાવ્યું કે આ ખૂબ જ જોખમી કેસ હતો. ૧૦ ડિલિવરી બાદ મહિલાનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું અને ડિલિવરી દરમિયાન તેને ત્રણ યુનિટ લોહી ચઢાવવું પડ્યું. જોકે, ડૉક્ટરની ટીમની મહેનત રંગ લાવી અને માતા-પુત્ર બંને હવે સુરક્ષિત છે.

સોશિયલ મીડિયા પર આ પરિવારની સ્ટોરી ત્યારે વાઈરલ થઈ જ્યારે એક વીડિયોમાં પિતા સંજય કુમારને તેમની દીકરીઓના નામ પૂછવામાં આવ્યા. મહેનત-મજૂરી કરનારા સંજય પોતાની તમામ ૧૦ દીકરીઓના એક સાથે નામ પણ યાદ ન કરી શક્યા. સંજયની મોટી દીકરી સરીના ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે તેની સૌથી નાની દીકરી વૈશાલી હજુ ઘણી નાની છે. બીજી દીકરીઓ, અમૃતા, સુશીલા, કિરણ, દિવ્યા, મન્નત, કૃતિકા, અમનીષ અને લક્ષ્મી અલગ-અલગ ધોરણમાં અભ્યાસ કરી રહી છે.

સંજય કુમાર મજૂરી કામ કરે છે, પરંતુ તેમનું કહેવું છે કે, મેં ક્યારેય મારી દીકરીઓને બોજ નથી સમજી. અમને એક દીકરો જોઈતો હતો, અને મારી મોટી દીકરીઓની પણ ઈચ્છા હતી કે, તેમને એક ભાઈ હોય. ભગવાનની મરજી છે કે ૧૦ દીકરીઓ પછી હવે અમને એક દીકરો થયો. મારી આવક મર્યાદિત છે, પરંતુ હું મારી બધી દીકરીઓને સારું શિક્ષણ આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું.

આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે હરિયાણા પોતાના લિંગ ગુણોત્તરને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૨૦૨૫ના ડેટા પ્રમાણે હરિયાણામાં દર ૧,૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા સુધરીને ૯૨૩ થઈ ગઈ છે, પરંતુ તે હજુ પણ રાષ્ટ્રીય એવરેજથી ઘણી પાછળ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.