Last Updated on by Sampurna Samachar
સુરતનાં યુવકે ચોથે માળેથી છલાંગ લગાવી
પિતાનો ઠપકો મન પર લાગી આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં આપઘાતનો વધુ એક કેસ સામે આવ્યો.સુરતના રામપુરામાં ૨૩ વર્ષના રત્ન કલાકારે મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દીધી. પિતાએ ઠપકો આપતાં પુત્રએ ચોથા માળેથી પડતું મુકી મોતને વ્હાલુ કર્યુ છે. . સુરતના હમ્દપાર્ક બિલ્ડિંગમાં આઘાતજનક બનાવ બન્યો છે. ૨૩ વર્ષીય રત્ન કલાકાર દાનિશે ચોથા માળેથી મોતની છલાંગ લગાવી છે.

એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે. આમ, ૨૩ વર્ષીય દાનિશ મોતીપાણીએ જીવનનો કરૂણ અંત આણ્યો છે. કેમેરા ફૂટેજમાં મોતના કરૂણ દ્રશ્યો કેદ થયા છે. સુરતના રામપુર રામવાડી પાસે હમ્દપાર્ક બિલ્ડીંગના મોહંમદ મુનાફ મોતીપાણીનો પરિવાર રહે છે. દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો.
મન પર લાગી આવતા આવેશમાં કર્યો આપઘાત
પરંતું તે કામ વગર હંમેશા ફરતો રહેતો હતો. જેથી પિતા મુનાફ મોતીપણાએ તેને ઠપકો આવ્યો હતો. દીકરો કામ વગર ફર્યા કરતા હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેથી પિતાની શિખામણ તેને મન પર લાગી આવી અને આવેશમાં આવેલા પુત્ર દાનિશ બિલ્ડિંગ પરથી કૂદી પડ્યો હતો.
ઉપરથી કૂદ્દા બાદ છોટા હાથી ટેમ્પા પર અથડાઈને દાનિશ જમીન પર પટકાયો હતો. જેને કારણે લોકો દોડી આવ્યા. ગંભીર હાલતમાં લોખાત હોસ્પિટલ ખસેડાયો હતો, પણ દાનિશ બચી ન શક્યો. તબીબોએ દાનિશને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બાદ લાલગેટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને એક બહેન પણ છે. પિતા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા. ઘરના વડીલે પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો મોટો આઘાત આપશે તેવી કલ્પના પરિવારે કરી ન હતી.