Last Updated on by Sampurna Samachar
વાડીમાં નહાતી યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
આ મામલે પંચકોશી એ–ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓની સુરક્ષા અને તેમની અંગત મર્યાદા પર તરાપ મારતી એક ચોંકાવનારી ઘટના જામનગરના બાડા ગામેથી સામે આવી છે.

ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતી એક ૨૨ વર્ષીય પર પ્રાંતિયયુવતી જ્યારે પોતાની મર્યાદા જાળવવા મથતી હતી, ત્યારે સ્થાનિક વાડી માલિક સહિત બે શખ્સોએ તેને ન્યાયઆપવાને બદલે મોતની ધમકી આપી હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પંચકોશીએ–ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા
આ બનાવની વિગત એવી છે કે, બાડા ગામની સીમમાં આવેલી અશોકભાઈ જેન્તીભાઈ કણજારીયાની વાડીમાંફરિયાદી યુવતી ભાગીદારીમાં ખેતીકામ કરે છે. વાડી વિસ્તારમાં રહેતી આ યુવતી ગત તા.૦૭/૦૪/૨૦૨૬નારોજ બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે વાડીમાં ન્હાવા–ધોવાની ક્રિયા કરી રહી હતી.
વાડીમાં યોગ્ય શૌચાલયકે બાથરૂમની સુવિધા ન હોવાથી મહિલા ખુલ્લામાં પોતાની મર્યાદા સાચવવા મથતી હતી.તે સમયે અચાનકવાડી માલિક અશોક કણજારીયા અને હેમંત પટેલ ત્યાં આવી ચઢ્યા હતા. જ્યાં મર્યાદા ભંગ સામે અવાજ ઉઠાવતા જ આરોપીઓ લાલઘૂમ થયા પોતાની અંગત પળોમાં અચાનક પુરુષોને આવી ચઢેલા જોઈ યુવતીક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
તેણે હિંમત બતાવીને બંને આરોપીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અહીં બાથરૂમની વ્યવસ્થા નથી, માટે તમે જાણ કર્યા વગર કે બોલાવ્યા વગર વાડીમાં આવશો નહીં.” સ્ત્રીની ગરિમાના રક્ષણ માટે કરાયેલી આ વાત સાંભળતા જ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
નૈતિકતાદાખવવાને બદલે આરોપીઓએ યુવતી પર રોફ જમાવવાનું શરૂ કર્યું હતું.આરોપીઓએ યુવતીને ગંદી ગાળોઆપી અને ઉગ્ર બોલાચાલી કરીને ડર પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. મામલો એટલો બિચક્યો હતો કે બંનેશખ્સોએ ૨૨ વર્ષીય યુવતીને “જો ફરી આવું બોલશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હતી. આબનાવ બાદ અત્યંત ફફડી ગયેલી યુવતીએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને બીજા દિવસેરાત્રે પંચકોશી એ–ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.